મહત્તમ છુટછાટને પગલે પુનઃ ધબકતા થઇ રહેલા શહેરીજીવનની સાથે કોરોનાનો કહેર પણ યથાવત રહેવા પામ્યો છે. છેલ્લા 24 કલાકામાં કોરોના સુરત સિટીના સગરામપુરા, વેડ રોડ, પીપલોદ અને નાનપુરાના 4 જણાને ભરખી જતા સિટીનો કુલ મૃત્યાંક 91 થયો છે. જયારે સિટીના 55 અને જિલ્લાના જુદા-જુદા ચાર તાલુકાના 6 લોકોનો મેડિકલ રિપોર્ટ પોઝિટિવ આવતા કોરોના સક્રમીત દર્દીઓનો સુરત સિટી-જિલ્લાનો કુલ આંક 2497 પર અને મૃત્યાંક 93 પર પહોંચ્યો છે.
તા. 1 જુનથી મહત્તમ છુટછાટ સાથે અનલોક 1 જાહેર કરવામાં આવ્યું અને તા. 8 ના રોજથી ધાર્મિક સ્થળો, હોટલ, રેસ્ટોરન્ટ, મોલ સહિતને પણ ચાલુ રાખવાની છુટછાટ આપવામાં આવતા સુરતીઓનું જીવન ઝડપથી રફતાર પક્ડી રહ્યું છે. મહત્તમ છુટછાટ સાથે શહેરીજીવનની રફતાર ભલે યથાવત થઇ રહી હોય પરંતુ કોરોનાનો કહેર પણ યથાવત રહેતા અપેક્ષા મુજબ જ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જે જે અંતર્ગત છેલ્લા 24 કલાકમાં સુરત સિટી-જિલ્લાના 78 લોકો કોરોનાની ઝપટમાં આવ્યા છે. જે પૈકી સુરત સિટીના 72 કેસ નોંધાયા છે. આ અંગે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ સૌથી વધુ પોઝિટિવ કેસ કતારગામ ઝોનમાં 22, લિંબાયત ઝોનમાં 15, સેન્ટ્રલ ઝોનમાં 8, અઠવા ઝોન 10, વરાછા બી ઝોનમાં 7, ઉધના ઝોનમાં 6, વરાછા એ ઝોનમાં 3 અને રાંદેર ઝોનમાં સૌથી ઓછા 2 કેસ નોંધાયા છે. જયારે સુરત ગ્રામ્યમાં ચોર્યાસી તાલુકામાં 2, કામરેજ તાલુકામાં 1 કેસ, માંડવી તાલુકમાં 1 અને માંગરોળ તાલુકામાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. બીજી તરફ અજગરી ભરડો લઇ રહેલો કોરોના છેલ્લા 24 કલાકમાં 2 જણાને ભરખી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.