એક જ દિવસમાં સૌથી વધુ 308 નવા કેસ, 13ના મોત
કતારગામમાં 58, વરાછાના બે ઝોન મળી 62, સેન્ટ્રલમાં 28, લિંબાયતમાં 21, રાંદેરમાં 20 કેસઃ 136 દર્દીને રજા અપાઇ
કેસનો આંકડો 7582, મૃત્યુઆંક 296
સુ
સુરત શહેરમાં કોરોનામાં ગુરૂવારે એક સાથે 212 અને સુરત જીલ્લામાં 96 મળી કુલ 308 દર્દી ઝપેટમાં આવ્યા છે.જયારે સુરત સિટીમાં 13 દર્દીઓનાં સારવાર દરમિયાન મોત થયા છે. તો શહેરમાંથી વધુ 103 દર્દીઓને રજા અપાઇ હતી.
આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ વરાછામાં રહેતા 55 વર્ષીય પ્રોઢાને ગત તા.1લીએ ,અમરોલીમાં રહેતા 46 વર્ષીય આધેડને ગત તા.1લીએ ,સૈયદપુરામાં રહેતા 62વર્ષીય વૃધ્ધને ગત તા.7મીએ અને અડાજણમાં રહેતા 62વર્ષીય વૃધ્ધાને ગત તા.6ઠ્ઠીએ,રામપુરામાં રહેતા 42 વર્ષીય મહિલાને ગત તા.4થીએ,મોટાવરાછામા રહેતા 76 વર્ષીય વૃધ્ધને ગત તા.30મીએ,અમરોલીમા રહેતા 76 વર્ષીય વૃધ્ધને ગત તા.26મીએ,મુગલીસરમાં રહેતા 68 વર્ષીય વૃધ્ધને ગત તા.4થીએ,અમરોલીના 40 વર્ષીય યુવાનને ગત તા.26મીએ,અઠવા ખાતે રહેતા 72 વષીય વૃધ્ધને ગત તા.5મીએ,લંબેહનુમાન રોડ રહેતા 71 વર્ષીય વૃધ્ધને ગત તા.5મીએ,બમરોલીમાં રહેતા 60 વર્ષીય વૃધ્ધને ગત તા.6થીએ અને સરથાણામાં રહેતા ૫૨ વર્ષીય મહિલાને ગત તા.7મીએ વિવિધ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.જયાં તમામના વારા ફરતી સારવાર દરમિયાન મોત થયા હતા. સુરત સિટીમાં કોરોનામાં આજે 212 દર્દીઓમાં સૌથી વધુ કતારગામના 58, વરાછા એ 32, વરાછા બી30, સેન્ટ્રલમાં 28, રાંદેર 20, લિંબાયતમાં 21, ઉધનામાં 7 અને અઠવાના 16 દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
સુરત શહેરમાં આજ દિન સુધીમાં 6525 પોઝિટીવ કેસમાં 264નાં મોત થયા છે. જયારે સુરત જીલ્લામાં આજ દિન સુધી 1057 પૈકી 32 વ્યકિતનાં મોત થયા હતા. સુરત શહેર- જીલ્લામાં કુલ 7582 કેસમાં 296 ના મોત થયા છે. સુરત શહેરમાં આજ રોજ વધુ કોરોના સંક્રમિત103 દર્દીઓને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેરમા કુલ 3995 દર્દીઓને રજા આપવામાં આવી છે. જિલ્લામાં આજે ૩૩ દર્દીને રજા અપાઇ હતી. કુલ 493 દર્દી આજસુધી સાજા થયા છે.
સુરત સિવિલમાં અને સ્મીમેરમા કોરોના સંક્રમિતમા ગંભીર ૫૦૦ પૈકી ૪૧૮દર્દીઓ ઓક્સિજન પર
સુરત શહેરમાં અત્યાર સુધીમાં કોરોનામા ૨૫૫ વ્યક્તિઓના મોત નિપજ્યા છે. નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં આજ રોજ ૪૬૬ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તે પૈકી ૪૦૫ દર્દીઓની હાલત ગંભીર છે જેમાં ૧૯ – વેન્ટિલેટર, ૪૩- બાઈપેપ અને ૩૪૩ દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં ૧૨૩ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તે પૈકી ૧૦૫- દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૧૦ – વેન્ટિલેટર, ૨૦- બાઈપેપ અને ૭૫ દર્દીઓ ઓક્સિજન પર છે.
.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.