સુરત: કોરોના કાળમાં મૃત્યુ પામેલાં રત્નકલાકારોનાં પરિવારજનોને DICF મદદરૂપ બનશે

કોરોના કાળમાં મૃત્યુ પામેલા અને આત્મહત્યા કરનાર રત્નકલાકારોનાં પરિવારને મદદરૂપ બનવાનું DICF (ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ કેરિયર ફાઉન્ડેશન)એ નક્કી કર્યું છે. જે રત્નકલાકારોના કોરોનામાં મૃત્યુ થયાં હોય અથવા જાન્યુઆરી 2020 થી અત્યાર સુધીનાં સમયગાળામાં આત્મહત્યા કરી હોય એમનાં પરિવારજનોને મદદ કરાશે.

DICF દ્વારા રોજીરોટી માટે નોકરીનાં પ્રયત્નો અથવા અનાજ કરીયાણાની કીટ, જીવનજરૂરિયાત વસ્તુઓનું વિતરણ અથવા ચેક દ્વારા જરૂરી આર્થિક સહાયની મદદ કરવામાં આવશે. પ્રતિ પરિવાર કુલ 10 હજારથી લઈને 35 હજાર સુધીની મદદ  આપશે.

રત્નકલાકારોના પરિવારની માટે આ સહાય માત્ર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તાર માટે જ મર્યાદિત રાખવામાં આવી છે. મદદ ઈચ્છનાર પરિવારજનમાંથી એક સભ્યે ડેથ સર્ટિફિકેટ, પરિવાર સભ્યોની સંખ્યા, જ્યાં કામ કરતા હોય એનું નામ, સરનામું, મોબાઈલ નંબર જેવી વિગતો સંસ્થાના વોટ્સએપ નંબર પર આપવાની રહેશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.