સુરત શહેરમાં કોરોના સંક્રમણ વધેલાં કિસ્સાને કારણે ભારે ડરનો માહોલ છે. વેપારીઓએ પણ હવે કામકાજના કલાકો ઘટાડી દીધાં છે. સાંજે સાત વાગ્યે દુકાનો- ઓફિસ બંધ કરવાનો સમય છે, પરંતુ એક બે કલાક વહેલી દુકાનો બંધ થઈ જાય છે અને સવારે પણ મોડા કામકાજ શરૂ કરાય છે.
અત્યારે વેપારીઓ પાસે કોઈ એવાં કામકાજો નથી. બહારગામના વેપારીઓ તરફથી ખરીદી અત્યારે તદ્દન ઓછી છે. કેમકે અન્ય રાજ્યોમાં કામકાજો વેપાર હજુ શરૂ થયા નથી. સ્થાનિક વેપારીઓ અત્યારે નાનું-મોટું કામ આટોપીને સાંજે વહેલાં ઘરભેગા થઈ જાય છે. વેપારીઓમાં અત્યારે ડરનો માહોલ છે.
મોટાભાગની કાપડ માર્કેટોમાં અત્યારે ૭૦થી ૭૫ ટકા દુકાનો ખુલ્લી છે. વળી જે માર્કેટમાંથી કોરોના પોઝિટિવ કેસ મળી આવે છે, તે માર્કેટમાં દુકાનોની આખી હરોળ બંધ કરી દેવામાં આવે છે. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં અત્યારે જુદા જુદા ફ્લોર ઉપરની બે હરોળ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.