સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતાં મ્યુનિ. તંત્રએ કોરોનાની ત્વરિત સારવાર મળી રહે અને લક્ષણવાળા દર્દીઓને જલ્દી શોધી શકાય તે માટે 104ની સેવાને વધુ અસરકારક બનાવવાનો નિર્ણય કર્યો છે. કોરોનાના લક્ષણ જેવા શરદી-ખાંસી અને તાવના લક્ષણ હોય તેવા કિસ્સામાં 104 પર ફોન કરવામા આવે તો સુરત મ્યુનિ.ની ટીમ લોકોના ઘરે જઈને તપાસ કરીને સારવાર માટેની કવાયત કરશે. ગઈકાલથી અત્યાર સુધીમાં 54 લોકોએ 104 પર ફોન કરીને પોતાના લક્ષણનો તપાસ કરાવી છે.
સુરતમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતિ છે. રોજના 150થી વધુ પોઝીટીવ દર્દીઓ બહાર આવી રહ્યાં છે. કોરોનાનું સંક્રમણ વધતાં લોકો હોસ્પીટલમાં તપાસ કરાવવા જવા માટે ગભરાઈ રહ્યાં છે. આવા કિસ્સામાં જો કોઈને કોરોના હોય અને સારવાર ન કરાવે તો સંક્રમણ વધુ થવા સાથે દર્દીની હાલત ગંભીર થઈ જાય તેવા
પણ કિસ્સા બહાર આવ્યા છે. આવા કિસ્સામાં ઘણી વાર મરણ પણ થઈ જાય તેવું પણ બન્યું છે.
સુરતના મેયર ડો. જગદીશ પટેલે કહ્યું હતું કે, આવી સ્થિતિ નિવારવા માટે મ્યુનિ.તંત્રએ 104ની સુવિધા શરૂ કરી છે. જેના ઉપર દર્દી કોલકરે તો મ્યુનિ.ની ટીમ ઘરે આવીને દર્દીની તપાસ કરી જશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.