ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર પછી દેશમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં ગુજરાત બીજા નંબરે આવે છે. એમા પણ અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ પોઝિટિવ કેસ જોવા મળી રહ્યાં છે. સુરતમાં આજે બીજા 13 કેસ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. દર્દીઓને આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યાં છે. જ્યારે તેમના પરિજનોને તાબડતોબ ક્વોરન્ટાઈન કરાયા છે.
અત્રે જણાવવાનું કે આરોગ્ય સચિવ જયંતિ રવિએ આજના અપડેટ્સ અંગે જણાવ્યું હતું કે, આ એક અભૂતપૂર્વ વાઇરસ છે. WHo એ પણ તેને મહામારી જાહેર કરી છે. 210 દેશ કરતાં વધુ દેશોમાં તેનુ સંક્રમણ વિસ્તર્યું છે. ભારતના 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કોરોના પહોંચી ગયો છે. ગુજરાતના ત્રણ જિલ્લાના બાદ કરતાં તમામ સ્થળે કોરોના પહોચ્યો છે.
હજી પણ બધા વિસ્તારમાં પહોચશે એ હકીકત છે. પણ એને ધીમો કરવા માટેના પ્રયાસો થઇ રહ્યાં છે. તેના વિકાસની ગતિ ઘટાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. લોકાડાઉનને લીધે તેની ગતિ પર કાબુ મેળવવામાં સફળતા મળી છે. આ રોગથી લુપ્ત ન રહી શકીએ, પણ તેની ગતિને નિયંત્રિત કરી શકીએ. આ સ્થિતિ હજુ બે મહિના ચાલશે. ભય, અફવા અને માસ ઇન્ફર્મેશનનું વાતાવરણ આપણને પાલવે નહિ. તેથી અફવાઓ ન ફેલાવવા માટે અમારી અપીલ છે. જ્યારે આખા સમાજ દેશમાં સંક્રમણ ફેલાતુ હોય ત્યારે સચેત રહેવુ જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.