સુરતમાં કોરોનાના વધુ 9 કેસ પોઝિટિવ નોંધાયા, કુલ સંખ્યા 60 પર પહોંચી

ગુજરાતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં અમદાવાદ અને વડોદરામાં જ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા હતા, પરંતુ આજે સુરતમાં કોરોનાના વધુ 16 કેસ નોંધાયા છે. જેથી સુરતમાં પોઝિટિવ કેસની સંખ્યા 60 પર પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં સુરતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ધીમી જોવા મળી રહી હતી.

રાજ્યમાં આજે કોરોનાના વધુ 29 કેસ પોઝિટીવ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ દર્દીની સંખ્યા 724 થઈ છે. સુરતમાં કોરોનાના વધુ 16 પોઝીટીવ કેસ નોંધાયા છે. તો આણંદના ખંભાતમાં વધુ એક કેસ નોંધાયો છે. અમદાવાદમાં પાંચ કેસ નોંધાયા છે. જેમા ત્રણ કોંગ્રેસના કાર્યકર, એક કોંગ્રેસના કોર્પોરેટર બદરૂદ્દીન શેખ અને તેમના ઘરે કામ કરતા મહિલાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. અમદાવાદ બાદ વડોદરામાં પણ પાંચ કેસ નોંધાયા જેમા નાગરવાડામાં 2, કારેલીબાગ સલાટવાડા અને રાવપુરામાં એક એક કેસ સામે આવ્યો છે. સલાટવાડામાં અત્યાર સુધીમાં કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યો છે અને કારેલીબાગમાં પત્નીના સંક્રમણથી પોલીસ પતિને ચેપ લાગ્યો છે.

ભરૂચમાં વધુ બે કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. સિવિલ હોસ્પિટલની બે મહિલા નર્સના રિપોર્ટ પોઝિટીવ આવતા તેમને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવી છે. આ સાથે ભરૂચમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 13 થયો છે. ખંભાતમાં પણ એક કેસ પોઝિટીવ આવ્યો છે. જે શખ્સનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો તે પોતાના ભાઈને મળવા માટે ગયો હતો. જે દરમિયાન તેને કોરોનાનો ચેપ લાગ્યો હતો. આ સાથે રાજ્યમાં કોરોનાથી કુલ ૩૦ લોકોના મોત થયા છે.

સુરતમાં કોરોનાના વધુ 4 પોઝીટીવ કેસ નોંધાયા. સવારથી અત્યાર સુધી પોઝીટીવ કેસોની સંખ્યા 7 થઈ…જો કે 1 દર્દીનું મોત નિપજ્યું હતુ.કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા 54 પર પહોંચી છે.રોજેરોજ આશરે 200 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.

સુરતમાં કોરોનાના વધુ 4 પોઝીટીવ કેસ નોંધાયા
રાજ્યમાં અમદાવાદ, વડોદરા અને સુરત કોરોનાના કારણે સૂમસામ બન્યા છે અને રોજ પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. જ્યારે રાજ્યના ૧૩ જિલ્લાઓ એવા છે જ્યાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. આ જિલ્લાઓમાં જૂનાગઢ, અમરેલી, નવસારી, અરવલ્લી, મહીસાગર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ખેડા, નર્મદા, સરેન્દ્રનગર, તાપી, વલસાડનો સમાવેશ થાય છે.

આ જિલ્લામાં 21મી બાદ મળશે લોકડાઉનમાંથી રાહત
જ્યારે બનાસકાંઠા, છોટાઉદેપુર, દાહોદ,, ગીરસોમનાથ, જામનગર, મોરબી, પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠા વગેરે જિલ્લાઓમાં ૧થી ૩ કેસો નોંધાયો છે. જેથી આજિલ્લાઓમાં પણ કોરોનાની અસર નહીંવત કહી શકાય. આ જિલ્લાઓના નાગરિકો, નાના વેપારીઓ અને ઉદ્યોગો અત્યારે આશા વ્યક્ત કરી રહ્યા છે કે ૨૦મી એપ્રલિ બાદ તેમને લોકડાઉનમાંશી આંશિક રાહત મળશે.

ખંભામાં એક જ વિસ્તારમાં 8 પોઝિટિવ કેસ
આણંદના ખંભાતમાં એકજ વિસ્તારના 8 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. તમામ પોઝિટીવ કેસના દર્દીઓ એકજ પરિવારના હોવાનું સામે આવ્યું છે. અગાઉ કેતન રાણા નામના વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા તેમના કારણે પરિવારના કુલ 12 સભ્યો અત્યાર સુધીમાં કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છેન.ઉલ્લેખનિય છે કે કુલ 17 કેસ પૈકી 12 કેસ ખંભાત વિસ્તારના હોવાનું જ સામે આવ્યું છે.

રાજકોટમાં પોઝિટીવ કેસનો આંકડો 21
રાજકોટ શહેરમાં વધુ 3 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જેમાં 11 દિવસની બાળકી પણ કોરોનાની ઝપેટમાં આવી છે.. શહેરમાં પોઝિટીવ કેસનો આંકડો 21 પર પહોચ્યો છે. 3 કેસ પૈકી 2 કેસ ક્લસ્ટર કવોરન્ટાઈન વિસ્તારના છે. જ્યારે 1 કેસ પોઝિટીવ દર્દીના સંપર્કમાં આવેલ હોવાનું સામે આવ્યું છે.મહત્વનું છે કે 13 પોઝિટીવ દર્દીઓ હાલમાં  હોસ્પિટલમાં છે. જ્યારે 8 દર્દી રિકવર થઈ જતા તેમને રજા આપવામાં આવી છે. પરંતુ 11 દિવસની બાળકી કોરોનાની ઝપેટમાં આવી તેના કારણે લોકોમાં હવે ખળભળાટ મચી ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.