કોરોનાની એન્ટ્રી થયા બાદ લોકડાઉન અને ત્યારબાદ અનલોકની પ્રકિયા શરૃ થતા જ કોરોનાના કેસો પણ દિવસે દિવસે વધી રહ્યા છે. આજે ૧૮૫ દિવસ વીતી ગયા છતા કોરોના અટકવાનું નામ લેતો નથી. આરોગ્ય વિભાગના સુત્રો જણાવે છે કે હવે તો 15 લાખથી વધુ શ્રમિકો વતન ગયા હતા. તે પરત સુરત આવી રહ્યા છે. આથી આગામી દિવસોમાં કોરોનાને લઇને જાતે જ કાળજી રાખવા સિવાય બીજો કોઇ છુટકો નથી. સુરતમાં સ્થિતિ ગંભીર છતા લોકો બેફિકર બનીને બહાર નિકળી રહ્યા છે.
બારડોલી, કામરેજ, ચોર્યાસી, ઓલપાડ, પલસાણા તાલુકાના રહીશોની શહેરમાં અવર જવર વધુ હોવાથી કેસો વધ્યા
સુરત જિલ્લામાં કોરોનાના કેસો વધવા પાછળનું મુખ્ય કારણ શહેર અને જિલ્લાની બોર્ડર પણ આવેલા ગામો, વિસ્તારો છે. જયાંથી લોકો શહેરીજનોના સીધા સંર્પકમાં આવે છે. સાથે જ બારડોલી, કામરેજ, ચોર્યાસી, ઓલપાડ,પલસાણા આ તાલુકાના લોકોની સુરત શહેરમાં અવર જવર વધુ હોવાથી કેસોની સંખ્યા વધતી ગઇ હોવાનું આરોગ્ય વિભાગ જણાવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.