શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ દ.ગુ. પ્રાંત કાર્યાલયનું સુરત ખાતે ઉધના દરવાજા પાસે શિવલિક કોમ્લેક્સમાં ઉદ્ઘાટન થયું હતું. આ અવસરે સમિતિનું માળખું બનાવીને આગામી કાર્યક્રમ વિશે ચર્ચા થઈ હતી. સમિતિના અધ્યક્ષ પદે ઉધોગપતિ ગોવિંદ ધોળકિયા અને ઉપાદયક્ષ પદે દિનેશ નાવડીયાની વરણી કરાઈ છે.
અધ્યક્ષ ગોવિંદ ધોળકિયાએ કહ્યું કે દેશમાં હિન્દુઓના 18 કરોડ ઘર છે. દરેકના ઘર સુધી પહોંચવાનો નીર્ધાર છે. જે રીતે રામ માટે વાનરસેનાએ કામ કર્યું એવું જ કાર્ય હવે આ સમિતિ દ્વારા રામમંદિર માટે કરવાનું છે. લોકો યથાશક્તિ દાન આપે અને પોતે પણ આ કાર્યમાં સામેલ હોવાનું શ્રેય લઈ શકે.
ઉપાધ્યક્ષ દિનેશ નાવડીયાએ કહ્યું કે 18 કરોડ હિન્દૂ પરિવારોને રામલલ્લા સાથે જોડવાના આશયથી આ સમિતિનું ગઠન થયું છે. તા.15મી જાન્યુઆરીથી 27મી ફેબ્રુઆરી સુધી સતત 44 દિવસ આ કાર્ય ચાલશે. અને જે નિધિ એકત્ર થશે તે અયોધ્યા રામમંદિર કાર્ય માટે મોકલવામાં આવશે. આ અવસરે સાધુ સંતો અને વિહીપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.