સુરતઃ પાલિકા કમિશનરે રવિવારે અધિકારીઓ સાથે બેઠક યોજી મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી તમામ ઝોનમાં દબાણો ઝડપથી હટાવવા આદેશ કર્યા હતાં. શહેરની મૂળભૂત સમસ્યાઓના નિરાકરણ માટે મહાનગર પાલિકા કમિશનરે વન ડે વન વોર્ડ અને પદાધિકારીઓના ઝોનની બેઠકોનો દોર ચાલી રહ્યો છે. તેમાં, મુખ્યત્ત્વે ઉભરીને આવનારી ફરિયાદોમાં રસ્તા પર ફૂટપાથને કવર કરતાં દબાણો છે. ત્યાર બાદ ગેરકાયદે બાંધકામની ફરિયાદો છે. રવિવારે પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ સ્વચ્છતા સર્વેક્ષણ, પ્લાસ્ટિક ફ્રી સિટી, જુનો વેસ્ટ બાબતે પ્રેઝનેટેશન નિહાળ્યા બાદ અધિકારીઓ સાથે યોજેલી બેઠકમાં દબાણો અને ફૂટપાથો ખુલ્લા કરવા આદેશ કર્યો છે.
વન ડે વન વોર્ડ-ઝોન બેઠકોમાં દબાણોની સમસ્યા ઉઠીઃ વન ડે વન વોર્ડ અને ઝોનમાં બેઠક યોજાઇ છે તેમાં, મુખ્યત્ત્વે દબાણોની સમસ્યા ઉઠી છે. તેમાં, ખાસ કરીને ભાગળ ખાતે ખાઉધરા ગલીમાંથી દબાણો દૂર કરાયા તે જ રીતે કાદરશાની નાળ, ગૌરવ પથના ખાણી-પીણી-પરાઠાવાળા, કતારગામ દરવાજા ખાણી-પીણીની લારીઓ, લાલ દરવાજા-સ્ટેશન રોડ, વરાછા બરોડા પ્રિસ્ટેજ સહિતના કાપોદ્રા-પુણા-સરથાણાના રસ્તા પર દબાણો, રાંદેર, પાલનપુરના રસ્તા પર ફ્રુટ, શાકમાર્કેટના દબાણો તથા મુખ્યત્ત્વે ફૂટપાથો કવર કરી દેવાયાની ફરિયાદો હોય કમિશનરે કડક કાર્યવાહી કરવા સુચના આપી છે. ભટાર ખાતે ધારાસભ્ય હર્ષ સંઘવીએ દબાણો દૂર કરવા ઝુંબેશ ઉપાડતાં અઠવા ઝોન સાથે મળીને 120થી વધુ દબાણકર્તા, વેપારીઓને સિટી લાઈટ શાકમાર્કેટ ખાતે મોકલવા સમજાવવામાં સફળ રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.