સુરતમાં કોરોનાને કંટ્રોલમાં લેવા માટે સરકાર દ્વારા ધન્વન્તરી રથ શરૂ કરવામાં આવ્યા છે. સુરત શહેરમાં એક હજાર કરતા પણ વધુ રથ લોકોની સારવાર કરી રહ્યા છે. જોકે સરકારે ભાડું નહીં ચૂકવતા આજે અચાનક ધન્વન્તરી રથના ડ્રાઈવરોએ હડતાળ કરી દીધી છે.
સુરતના વિવિધ વિસ્તારોમાં કોરોના જેવી ગંભીર બીમારી સામે મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર દ્વારા સારવાર શરૂ કરવામાં આવી છે. સુરતમાં એક હજાર કરતા વધુ વાહનોને ધન્વન્તરી રથમાં ફેરવવામાં આવ્યા છે. કોન્ટ્રાક્ટ ઉપર ભાડાની ગાડી લઈને રથની કામગીરી શરૂ કરવામાં આવી છે.
જોકે છેલ્લા 53 દિવસથી ભાડું ચૂકવવામાં આવ્યુ નથી. વાહનોના ચાલકોએ વાહનોના ભાડાની માંગણી કરી હોવા છતાં ભાડું ન ચૂકવાતા આખરે તેઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.
સુરત મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોન ખાતે આવેલી dkm હોસ્પિટલ ખાતે ધન્વન્તરી રથ તરીકે દોડતા 250થી વધુ વાહનોના પૈડા થંભાવી દેવાયા છે. વાહનોના કોન્ટ્રાકટરોએ તાત્કાલિક ભાડાની માંગણી કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.