સુરતઃ એક તરફ સમગ્ર દેશમાં લોકો ધુળેટી ઉજવણી કરી રહ્યા હતા. ત્યારે બીજી બાજુ ભટારના આંબેડકર નગરમાં ખુની ખેલ ખેલાયો હતો. દારૂના નશામાં આવેલા પતિએ ચપ્પું વડે પત્નીને રહેસી નાખી હતી અને ત્યાર બાદ પોતાના ભાડાના ઘરમાં જઇને આપઘાત કરી લીધો હતો.
આ બનાવ સુરતના ભટાર વિસ્તારમાં આવેલા આંબેડકર નગરનો છે. કે જયા મોહિની વાનખેડે પોતાની બે માસુમ નાની દિકરીઓ સાથે પિયરમાં રહેતી હતી. તેના પીયરમાં દિકરીઓ સાથે રહેવા આવવાનું કારણ એ હતું કે અવર નવર પતિ બાલુ વાનખેડે દારૂ પીને આવતો અને તેની સાથે ઝધડા અને મારજુડ કરતો હતો.
આજે ધુળેટીના દિવસે બાલુ દારૂના ચીકાર નસામાં પત્નીના પીયરમાં પહોચ્યો હતો અને બંન્ને બાળકીઓને પોતાની સાથે લઇ જવાની જીદ પકડી હતી. પરંતુ પત્નીએ ના પાડતા તેમની વચ્ચે ઝધડો થયો હતો. જેથી રોષે ભરાયેલા બાલુંએ પત્નીને ચપ્પુ વડે મોઢા તેમજ શરીરના અન્ય ભાગમાં ઇજાઓ પહોચાડી હતી.
આસપાસ પાસના લોકોને આ વાતની ખબર પડી તેમણે તાત્કાલીક મોહિનીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. જયા મોહિનીનું ટૂંકી સારવાર બાદ મોત નીપજયું હતુ. આ સમગ્ર ઘટનામાં પોલિસ હત્યારા પતિની શોધખોળ કરી રહી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.