સુરત- હીરાના ચોર ઝડપાયા, કાપોદ્રાના ડાયમંડના કારખાનામાં 50 લાખના હીરાની થઈ હતી ચોરી

ગઈકાલે જ કાપોદ્રા વિસ્તારના કારખાનામાં હીરા ચોરીની ઘટના બની હતી. 50 લાખના હીરા ચોરી 3 જણ ફરાર થઈ ગયા હતા પોલીસ આ મામલે હરકતમ આવી હતી.

News Detail

સુરતની અંદર હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો છે. ગઈકાલે જ કાપોદ્રા વિસ્તારના કારખાનામાં હીરા ચોરીની ઘટના બની હતી. 50 લાખના હીરા ચોરી 3 જણ ફરાર થઈ ગયા હતા પોલીસ આ મામલે હરકતમ આવી હતી સુરત પોલીસે જુદી જુદી ટીમો બનાવી  તપાસ હાથ ધરી અને ગણતરીના કલાકોની અંદર જ આ ચોરોને ઝડપી પાડવામાં આવ્યા છે.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં  આશિષ ડાયમંડ નામની ફેક્ટરીમાં હીરાના કારખાનામાં 50 લાખના હીરાની ચોરી ગઈકાલે સવારે શુક્રવારે થઈ હતી. 3 આરોપી આરોપીઓના નામ દિપક અચ્છેલાલ માલી, ચંદ્રેશ મૂળજીભાઈ ચોવટીયા, સુનિલની ધરપક કરી છે. જે ઝડપાયા છે તેમાંથી ચંદ્રેશ મૂળજીભાઈ ચોવટીયા તો કારખાનામાં જ કામ કરતો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ચોરોને ઝડપી ઉદાહણરરુપ કામગિરી ઝડપી કરી હતી.

આરોપીઓ કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જેમાં આરોપી હીરા ભરેલો બોક્સ લઈને ભાગી ગયો હોવાનું જોવા મળ્યું હતું. સુરત ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવીના આધારે તસ્કરોનું પગેરું મેળવીને લાખો રૂપિયાના હીરાની ચોરીના આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં કારખાનામાં કેટલાક વર્ષથી કામ કરતો મુખ્ય આરોપી સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે.

સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ક્રાઈમની ઘટનાઓ બની રહી છે તેમાં પણ ચોરી, લૂંટફાટ સહીતની ધટનાઓ બનતા પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે અને આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.