સુરતનો ડાયમંડ વેપારી પરિવાર સાથે દીક્ષા લેશે, કરશે કરોડોની સંપત્તિનું ગરીબોને દાન

સુરતને ડાયમંડ નગરીની સાથે-સાથે હવે દીક્ષા નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. સુરતમાં સુખી સંપન્ન વેપારીઓના સંતાનો નાની ઉમરે દુનિયાની મોહમાયા અને સુખનો ત્યાગ કરીને આત્માના સુખ માટે જીવનનો ઉદેશ્ય પૂર્ણ કરવા માટે સંયમના માર્ગે જવા માટે દીક્ષા ગ્રહણ કરે છે ત્યારે હવે સુરતના એક ડાયમંડના વેપારીએ પોતાની તમામ સંપતિ વેંચીને પત્ની અને બે દીકરીઓની સાથે સંયમના માર્ગે જવા માટે દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે.

રિપોર્ટ અનુસાર મૂળ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના સુઈ ગામના વતની અને હાલ સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા વિજય મહેતાએ તેમની પત્ની અને બંને દીકરીઓની સાથે સંસારિક સુખનો ત્યાગ કરીને સંયમનો માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો છે. વિજય મહેતા છેલ્લા 20 વર્ષથી હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓનું વર્ષે કરોડો રૂપિયાનું ટર્ન ઓવર છે.

છેલ્લા છ વર્ષથી તેમને પોતાના વ્યવસાયમાં ધ્યાન આપવાનું ઓછું કર્યું હતું કારણે કે, તેમને એવો વિચાર આવ્યો હતો કે, ક્ષણિક સુખની પ્રાપ્તિ કરવા માટે આ બધી મહેનત શા માટે કરવી. હવે તેમને પોતાના પરિવારની સાથે દીક્ષા લઇને સંયમનો માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો છે. સંયમનો માર્ગ અપનાવ્યા પહેલા વિજય મહેતા તેમની તમામ સંપતિ વેંચીને તેમાંથી આવતા પૈસામાંથી નરકમાં થતી મનુષ્યની સ્થિતિનું વર્ણન કરતુ દૃશ્ય બતાવશે અને તેમાંથી જેટલી રકમ વધશે તેનું ગરીબ લોકોને દાન કરી દેશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.