સુરતઃ દિવાળીએ જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ રૂ.90 લાખના દાગીનાની લૂંટ

સુરતઃ સુરતમાં (Diwali Festivals) દિવાળી તહેવારોમાં (Diwali Festivals) દરેક વેપારીઓને ચાંદી જ ચાંદી થઇ છે ત્યારે એક જ્વેલર્સને (Jewelers) દિવાળીએ જ દેવાળું ફૂંકાયું છે. સુરતના પુણા વિસ્તારમાં આવેલા એક જ્વેલર્સમાં આજે શનિવારે સાંજના સમયે બંદૂકની અહિંએ (Robbery at gunpoint) લૂંટારુઓએ 90 લાખ રૂપિયાના દાગીનાની લૂંટ ચલાવી હતી. અને આશરે ચારથી પાંચ (Robber) લૂંટારુઓએ લૂંટ (Loots) ચલાવી ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં પુણા પોલીસ (Puna police) અને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથધી હતી.

મળતી માહિતી પ્રમાણે સુરતના પુણા વિસ્તારમાં આવેલા આઇમાતા ચોકમાં વિધાતા જ્વેલર્સ આવેલું છે. શનિવારે સાંજના સુમારે ચારથી પાંચ જેટલા લૂંટારુઓ બુકાની બાંધી અને હેલમેટ પહેરીને હથિયાર સાથે વિધાતા જ્વેલર્સમાં ઘૂસ્યા હતા. અને બંદૂકની અહિંએ જ્વેલર્સમાં રહેલા સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી. દુકાનમાં હાજર વેપારીઓને બંદૂકની અણીએ ડરાવીને લૂંટ ચાવવાની સમગ્ર ઘટના દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.