શ્વાનોએ બાળકીને 30થી 40 બચકાં ભર્યા હતા. જોકે સ્થાનિક લોકોએ શ્વાનોને ભગાડી બાળકીનો જીવ બચાવ્યો હતો.
News Detail
3થી 4 જેટલા શ્વાને હુમલો કર્યો
સુરત શહેરમાં રખડતાં ઢોર સાથે રખડતાં કુતરાઓનો પણ આતંક વધ્યો છે. અહીં ખજોદ ડાયમંડ બુર્સ પાસે રહેતા અને મજૂરી કામ કરી ગુજરાત ચલાવતા શ્રમજીવી પરિવારની માત્ર બે વર્ષની બાળકી ઘર પાસે રમી રહી હતી. તે વખતે 3થી 4 જેટલા શ્વાન ત્યાં આવ્યા હતા અને બાળકી પર હુમલો કર્યો હતો. શ્વાનોએ બાળકીને 30થી 40 બચકાં ભર્યા હતા. જોકે સ્થાનિક લોકોએ શ્વાનોને ભગાડી બાળકીનો જીવ બચાવ્યો હતો. આ અંગે પરિવારને જાણ થતા બાળકીને નજીકની હોસ્પિટલ લઈ આવ્યા હતા. તબીબોએ બાળકીને જરૂરી સારવાર આપી સર્જરી વિભાગમાં દાખલ કરી છે.
શરીરના વિવિધ ભાગે બચકાં ભર્યા
તબીબે જણાવ્યું કે બાળકીને માથા, હાથ, પગ, મોઢાના ભાગે ઇજાઓ થઈ છે. હાલ બાળકની સારવાર ચાલી રહી છે. જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા વરાછા અને ત્યાર બાદ વેડરોડ વિસ્તારમાં શ્વાનો દ્વારા લોકો પર હુમલા થયા હોવાના સમાચાર આવ્યા હતા. ત્યાર હવે શ્વાનોના આતંકની વધુ એક ઘટના સામે આવતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.