સુરતમા ડાઉન સિન્ડ્રોમની બિમારી સાથે જન્મેલા 7 વર્ષના મેન્ટલી એન્સ્ટેબલ બાળકની જિંદગી યોગ એ બદલી

‘સંઘર્ષ એ પ્રકૃતિનું આમંત્રણ છે અને જે તેનો સ્વીકાર કરે છે તે જ આગળ વધે છે’ આ સુવિચારને સુરતના માત્ર 7 વર્ષના બાળકે સાર્થક કર્યો છે. 75% ડાઉન સિન્ડ્રોમ નામની બિમારી સાથે જન્મેલો મેન્ટલી ડિસેબલ બાળક આજે યોગાના કારણે મમ્મી, પપ્પા, ભાઈ, બહેન શબ્દ ઉચ્ચારતો થયો છે અને પરિવાર જોડે વાતચીત પણ કરતો થયો છે.

મૂળ સુરતના જ પટેલ પરિવારને ઘરે બાળક તરીકે 3 કિલો વજનના બાળકનો જન્મ થતા તેઓ ખુશખુશાલ હતા પરંતુ દસ દિવસ બાદ જ તેનું વજન અચાનક બે કિલોગ્રામથી પણ ઓછું થઈ ગયું હતું. તેથી ડોક્ટરોના કહેવા મુજબ બાળકના હૃદય અને ડાઉન સિન્ડ્રોમના રિપોર્ટ કઢાવવામાં આવ્યા અને તેને કારણે બાળક મંત્રની બિમારી પરિવાર સામે આવી. પરિવારને આઘાત જરૂર લાગ્યો હતો પરંતુ કોઈએ હિંમત છોડી ન હતી. આજે આ બાળક મંત્ર 7 વર્ષનો થઈ ચૂક્યો છે અને એટલું જ નહીં પરંતુ તે મેન્ટલી એન્સ્ટેબલ હોવા છતાં અડધો કલાકમાં 22 થી જેટલા 25 આસન સરળતાથી કરે છે.

જન્મના દર બે મહિને તેને ન્યુમોનિયા થતો હતો અને આવી રીતે બે વર્ષ સુધી રહ્યું હતું. મંત્ર બે વર્ષનો થઇ ગયો હોવા છતાં તેનું વજન માત્ર ચાર કિલો જેટલું જ રહેતું હતું. પછી વર્ષે માંડ એક કિલો વજન વધતું હતું. આવી બીમારી છે કે જેમાં મેડિકલ સાયન્સે પણ દવા ન શોધાયાનું કહ્યું છે ત્યારે આજે માત્ર યોગાને કારણે 17 કિલોગ્રામ જેટલું થયું છે.

જે બાળક એક શબ્દ પણ ઉચ્ચારતો ન હતો તે માત્ર દોઢ વર્ષની યોગાની તાલીમ થી મમ્મી, પપ્પા, ભાઈ, બહેન શબ્દ બોલતો થયો છે. સામાન્ય રીતે તારી સ્પેશિયલ બાળકોનો પરિવાર તેમની હિંમતનું કારણ બનતો હોય છે પરંતુ અહીં મંત્રના પરિવારની તો ખરી પરંતુ તેના કરતા પણ વધારે હિંમત મંત્રને તેના યોગા ટીચર નમ્રતા વર્મા દ્વારા મળી છે. યોગા ટીચરની જ સખત મહેનતે આજે મંત્રને પોતાનું કામ જાતે કરતા પણ શીખવી દીધું છે. આજે તે ચાલતો પણ થયો છે બોલ તો પણ થયો છે અને સમજ તો પણ થયો છે.

યોગા ટીચર નમ્રતા વર્માએ કહ્યું કે, શરૂઆતમાં તે કોઇપણ સૂચનાનો સ્વીકાર કરી શકતો હતો ન હતો કારણકે તેના શરીરનો કંટ્રોલીંગ પાવર ન હતો. જો કે ધીરજ રાખીને સૌથી પહેલા તેના શરીરમાં સ્થિરતા આવે તેવી કસરત કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ મગજની સ્થિરતા માટે કામ કર્યું. દોઢ વર્ષમાં જ તેના શરીરમાં મગજના સેલ એક્ટિવ થયા છે જેને કારણે તેની કમ્યુનિકેશન સ્કિલ વધી છે. આવા બાળકોને ડિસેબલ માનીને છોડી દેવું યોગ્ય નથી. જો તેઓને અલગ દિશામાં આગળ વધારો તો તે 100% આગળ વધે જ છે. આજે મંત્ર ૨૨ થી ૨૫ જેટલા આસન સરળતાથી કરી લે છે.

પિતા અંકિત પટેલે કહ્યું કે, યોગાથી તેનું સ્વાસ્થ્ય ઘણું સારું છે આજે તેના દરેક કામ તે જાતે કરી શકે છે. વર્ષ 2017 માં તેની હૃદયની સર્જરી કરાવી છે. મંત્ર તેના જન્મના ચોથા વર્ષે બેસતો થયો હતો અને પાંચમાં વર્ષે તેણે પહેલીવાર ચાલવાનું શરૂ કર્યું હતું. પાંચ વર્ષનો હતો એ સમયે પણ તે બોલી પણ શકતો ન હતો. તેના યોગા ટીચર ની મહેનતને કારણે આજે તે અમારા બધાનું નામ પણ બોલે છે અને તેની ભાષામાં અમારી જોડે વાત પણ કરે છે જે અમારા માટે એક ચમત્કાર જેવું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.