સુરતમાં ડ્રોનથી લોકડાઉનની પરિસ્થિતિ પર વોચ

તા. 24 માર્ચે રાત્રે 12 વાગ્યાથી દેશભરમાં લોકડાઉન જાહેર કરી દેવાયું છે. દેશભરમાં લોકડાઉનનો આજે બીજો દિવસ છે. પરંતુ ઘણી સોસાયટીઓમાં લોકો લોકડાઉનનો સંપુર્ણપણે અમલ કરી રહ્યા નથી, શહેરમાં પણ ઘણી સોસાયટીઓમાં લોકો નીચે ટોળા કરીને બેસી રહ્યા છે. તો ઘણા મહોલ્લાઓમાં લોકો ક્રિક્રેટ અને કેરમ જેવી રમતો રમીને ટોળું કરી રહ્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે. શહેર પોલીસ દ્વારા જાહેર રસ્તાઓ પર ચુસ્ત બંદોબસ્ત સાથે વોચ રાખી રહી છે. પરંતુ નાના આંતરિક રસ્તાઓ અને સોસાયટીની ગલીઓમાં વોચ રાખવું શક્ય નથી. જેના પગલે હવે તંત્ર ડ્રોનની મદદથી વોચ રાખશે.

લોકડાઉનનો કડક અમલ માટે હવે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે, સુરત શહેરની ગલીઓમાં ડ્રોન કેમેરા દ્વારા ચેકિંગ કરશે. અંદરના રસ્તાઓ પર લોકોના ટોળા વિખેરવા ડ્રોન ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ડ્રોન ટેસ્ટિંગ કરાતાં શહેરમાં 6 સ્થળે ટોળાં જોવા મળ્યા હતા. ડ્રોન કેમેરાથી 500 મીટરના દાયરામાં તપાસ શરૂ કરવામાં આવી છે. અને અડાજણ વિસ્તરમાં ડ્રોન મારફત 4 કૉલ કંટ્રોલરૂમને આપવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.