સુરત: એક જ પરિવારના સાત લોકો લિફ્ટમાં ફસાયા, તમામને સુરક્ષિત બહાર કઢાયા

Surat news: કપોદ્રા વિસ્તારના કેશવ સૃષ્ટિ એપાર્ટમેન્ટની લિફ્ટમાં એક જ પરિવારના સાત સભ્યો ફસાયા હતા. આ લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળ વચ્ચે અટકી ગઈ હતી.

સુરત: શહેરમાં ફરીથી લિફ્ટમાં લોકો ફસાયા છે. કપોદ્રા વિસ્તારમાં આવેલી કેશવ સૃષ્ટિ એપાર્ટમેન્ટમાં એક જ પરિવારના સાત લોકો લિફ્ટમાં ફસાયા હતા. જેમા બે બાળકોનો પણ સમાવેશ થાય છે. જોકે, ફાયરની ટીમની સતર્કતાને કારણે તમામ લોકોને દરવાજો તોડીને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. તમામ લોકો બહાર આવતાની સાથે પરિવાર સહિત સ્થાનિકોમાં ઉત્સાહનો માહોલ છવાઇ ગયો હતો.

લિફ્ટ વાપરતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સુરત શહેરના કપોદ્રા વિસ્તારના કેશવ સૃષ્ટિ એપાર્ટમેન્ટની લિફ્ટમાં એક જ પરિવારના સાત સભ્યો ફસાયા હતા. આ લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળ વચ્ચે અટકી ગઈ હતી. જોકે, ફાયરની ટીમની જહેમત બાદ તમામ લોકોને દરવાજો તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા.

આ લાઇવ રેસ્ક્યૂના વીડિયો પણ સામે આવ્યા છે. જેમા દેખાઇ રહ્યુ છે કે, ફાયરના જવાનો શાંતિપૂર્વક અને પ્રેમથી બાળકો સાથે પરિવારના સાત લોકોને બહાર કાઢી રહ્યા છે. એક જ પરિવારના સાત લોકો લિફ્ટમાં ફસાઇ જતા સ્થાનિકોના જીવ પણ અધ્ધર થઇ ગયા હતા. જોકે, ત્યાં રહેતા રહીશોના સહકાર અને સતર્કતાથી ફસાયેલા તમામ લોકો સુરક્ષિત

શહેરમાં અનેકવાર આવા બનાવ બન્યા છે. થોડા સમય પહેલા શહેરના અલથાણમાં પણ આવો બનાવ બન્યો હતો. મોડી રાત્રે 10 લોકો લિફ્ટમાં ફસાયાની ઘટના બની હતી. અંધારામાં લિફ્ટમાં લોકોની ફસાઈ જવાની ઘટનાએ લોકોના જીવ ઊંચા કરી દીધા હતા. બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને ફસાયેલાને બહાર કાઢવાના વિવિધ પ્રયાસો શરુ કરવામાં આવ્યા હતા. આવી ઘટના બનતા લિફ્ટ મેઈન્ટેન્સની જવાબદારી સોંપાઈ હોય તે કંપનીઓ સામે પણ કેટલાક સવાલો ઉભા થઈ રહ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.