સુરત:એક તરફ કોરોના મહામારી અને બીજી બાજુ કોરોનાના નામે અનાજમાં પણ કૌભાંડ..?

સુરત શહેરમાં સરકારી અનાજની કાળા બજારી કરવામાં આવી રહી છે. સુરતના મોટાવરાછા વિસ્તારનો વીડિયો વાયરલ થયો છે. જેમાં રાશનકાર્ડ મુજબ અનાજ આપવામાં નથી આવી રહ્યું અને ઓછું અનાજ આપવામાં આવી રહ્યું છે. પૂરતો અનાજનો જથ્થો હોવા છતા દુકાનદાર અનાજ આપવામાં ઠાગાઠૈયા કરે છે.

શારદાબેન સોમાભાઈ પટેલના નામની દુકાનમાં છબરડા થઇ રહ્યાનો ખુલાસો થયો છે. સરકારી અનાજની દુકાન પણ અન્ય વ્યક્તિ ચલાવે છે. ત્યારે આ અંગે તંત્રને ફરિયાદ કરી હોવા છતા કોઇ પગલા નથી લેવાતા. ત્યારે સવાલ ઉઠી રહ્યાં છે કે રાશનકાર્ડ મુજબ અનાજ કેમ નથી અપાતુ?. સરકારી અનાજની દુકાન કેમ અન્ય કોઇ ચલાવે છે?. તંત્રને ફરિયાદ કરી છતા કેમ પગલા નથી લેવાયા?. પૂરતો અનાજનો જથ્થો કેમ નથી અપાતો?.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.