સુરત: સામાજીક પ્રસંગ હોવાથી પરિવાર બહાર ગયો અને શિક્ષકે ગળે ફાંસો ખાઈને જીવન ટૂકાવ્યું

આ મામલે ખટોદરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ગુનો નોંધી આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

News Detail

સુરતથી ચોંકાવનાર સમાચાર આવ્યા છે. સુરત શહેરના અલથાન વિસ્તારમાં એક શિક્ષકે ગળે ફાસો ખાઈ જીવન ટૂકાવ્યું છે. માહિતી મુજબ, પત્ની અને પરિવાર કોઈ સામાજીક પ્રસંગ હોવાથી બહાર ગયા હતા તે દરમિયાન શિક્ષકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

આત્મહત્યાનું કારણ અકબંધ

મળતી માહિતી મુજબ, સુરતના અલથાન વિસ્તારમાં રહેતા શિક્ષક નીતિનભાઇ જસુભાઇ પટેલ પરિવાર સાથે રહે છે. તેમને સંતાનમાં બે દીકરી છે. દરમિયાન તેમના પત્ની અને પરિવાર કોઈ સામાજીક પ્રસંગ હોવાથી બહાર ગયા હતા. દરમિયાન શિક્ષક નીતિનભાઈએ ગળે ફાંસો ખાઈ આપધાત કર્યો. જોકે, તેમની આત્મહત્યા પાછળનું કારણ હાલ અકબંધ છે. તેમના અચાનક મૃત્યુથી પરિવારમાં દુખનો માહોલ છવાયો છે, જ્યારે બે દીકરીઓ નિરાધાર બની છે. આ મામલે ખટોદરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ગુનો નોંધી આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

વરાછામાં પરિણીતાએ કરી હતી આત્મહત્યા

જણાવી દઈએ કે આ પહેલા વરાછા વિસ્તારમાં એક પરિણીતાએ આત્મહત્યા કરી હતી. ત્યાર બાદ ઉતરાણ પોલીસ મથકમાં પરિણીતાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ હેઠળ કાર્યવાહી કરતા પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી પરિણીતાના નણંદ સહિત 7 લોકોની પૂછપરછ કરી હતી અને 3 લોકોની ધરપકડ કરી હતી. માહિતી મુજબ, ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે પરિણીતાને તેના સાસરી પક્ષ તરફથી ખૂબ જ હેરાન કરવામાં આવતી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.