શહેરની એસડી જૈન સ્કૂલમાં અભ્યાસ કરતા વાલીઓએ આજે ડીઈઓ કચેરીએ વિદ્યાર્થીઓને ફી નહીં ભરતા ગ્રુપમાંથી કાઢી મુકતા પ્રદર્શન કરવા પહોંચ્યા હતા.
આ અંગે મળતી માહિતી અનુસાર આજે રોજ ઓનલાઈન શિક્ષણ અને સ્કૂલ ફીને લઈ વાલીઓનો DEO કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યાં હતા. વાલીઓનો આરોપ છે કે SD જૈન સ્કૂલ ફી નહિ ભરતા ઓનલાઈન શિક્ષણ ગ્રુપમાંથી વિદ્યાર્થીઓને કાઢી મુકે છે. આ ઉપરાંત વાલીઓએ રજૂઆત કરી છે કે જે વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ બંધ કરાયું છે, તે ચાલુ કરાવામાં આવે.
ઉલ્લેખનીય છે કે ઉઘરાણી કરવામાં પડી ગયેલા સ્કૂલ સંચાલકો ફી નહી ભરનાર વિદ્યાર્થીને પુસ્તકો નહી આપવાની કે સ્કૂલમાંથી કાઢી મુકવાની અવારનવાર ધમકી આપી રહ્યા હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે. આ માનસિક ત્રાસ અંગે વાલીઓ શિક્ષણાધિકારી કચેરી અને કલેકટર કચેરીના ધક્કા ખાઇ રહ્યા છે પણ તેનો કોઇ ઉકેલ આવી રહ્યો નથી.
શાળા શરૂ હોય તે દરમિયાન બ્લેક બોર્ડ પર બાળકોને ભણાવવામાં આવે છે. આમ છતાં પણ બાળક સમજી શકતું ન હોય તો ઓનલાઇનમાં બાળક શું ભણશે અને શું સમજશે ? કોરોનાના કારણે ઓનલાઇન અભ્યાસ શરૂ થયો છે તે બાળકોના ભવિષ્યના હિતમાં તાત્કાલિક બંધ કરવાની માંગ ઉઠી છે.
આ અગાઉ સુરતની જ એલ.પી. સવાણી સ્કુલમાં ઓનલાઈન શિક્ષણ બંધ કરાતા વિરોધ થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.