ઉધના વિસ્તારમાં રેડીમેડ કપડાની દુકાનમાં આજે વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી. ફાયર વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ઉધના વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર નજીક હરિનગર પાસે આવેલી રેડીમેડ કપડાની દુકાનમાં આજે સવારે વીજ શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી.
આ અંગે દુકાન માલિકો અને અન્ય લોકોને જાણ થતાં હોબાળો મચી ગયો હતો. જોકે ત્યાં હાજર લોકોએ દુકાનમાંથી કેટલોક સામાન કાઢીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગેની જાણ ફાયર વિભાગને થતાં મજુરાગેટ અને માન દરવાજા ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને થોડી જ વારમાં આગને કાબુમાં લઈ લીધી હતી.
જો કે આગના કારણે કપડાં, એસી, વાયરિંગ, ટેબલ, ખુરશી સહિતનો સામાન બળીને રાખ થઈ ગયો હતો અને ફાયર ઓફિસર ક્રિષ્ના મોડે જણાવ્યું કે આ ઘટનામાં કોઈ ઈજા કે મૃત્યુ થયું નથી. આગના કારણે માલસામાનને નુકસાન થયું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.