સોસાયટી કેમ્પસમાં શ્રીજીની સ્થાપના ન થતા બાળકોએ સુરત પરથી વિધ્ન જાય તેવી પ્રાર્થના સાથે શ્રીજીની ભક્તિ શરૂ કરી
કોરોનાના કારણે સુરતમાં સાર્વજનિક ગણેશોત્સવ પર પ્રતિબંધ હોવાથી અનેક સોસાયટીઓમાં પણ શ્રીજીની સ્થાપના થઈ નથી. રહેણાંક સોસાયટીમાં ગણેશોત્સવ નહીં થતાં સોસાયટીના બાળકોએ પોતાના ઘરમાં જ શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરી છે. સુરત પર કોરોના સહિત પુરનું સંકટ પણ ટળી જાયતે માટે વિવિધ થીમ પર ગણેશજીની પ્રતિમાની સ્થાપના સાથે પૂજા શરૂ કરી છે.
દર વર્ષે સુરતની વિવિધ રહેણાંક સોસાયટીઓમાં સાર્વજનિક ગણેસોત્સવનું ધામધુમ પુર્વક આયોજન કરવામાં આવે છે પરંતુ આ વર્ષે સુરતમાં કોરોનાનો કહેર હોવાથી સાર્વજનિક ઉત્સવની ઉજવણી પર પ્રતિબંધ મુકાયો છે. જેના કારણે આ વર્ષે સંખ્યાબંધ સોસાયટીઓમાં સાર્વજનિક ગણેશોત્સના બદલે લોકોએ ઘરે ઘરે શ્રીજીની સ્થાપના કરી છે.
અડાજણ વિસ્તારના સાલીગ્રામ એપોર્ટમેન્ટમા પોતાના ફ્લેટમાં શ્રીજીની સ્થાપના કરનારા શ્રેયાંસ અને આયુષી અગ્રવાલે જણાવ્યું હતુ કે, દર વર્ષે અમારી સોસાયટીમાં વિવિધ થીમ પર ગણેશજીની સ્થાપના થાય છે પરંતુ આ વર્ષે સ્થાપના ન થતાં અમે ઘરે જ કોરોના સાથે દેશભક્તિ થીમ પર ગણેશજીની સ્થાપના કરવાનું નક્કી કર્યું છે.
હાલ સુરત જ નહીં પરંતુ દેશ અને દુનિયા કોરોનાની મહામારી સામે ઝઝુમી રહી છે જ્યારે ભારતમાં કોરોના સાથે સાથે ચાઈનાની સામે પણ ઝઝુમી રહ્યું છે. તેથી અમારા ઘરમાં અમે દેશ ભક્તિ સાથે સાથે કોરનાની થીમ પર શ્રીજીની સ્થાપના કરી છે. કોરોનાથી લોકોનું રક્ષણ કરતાં તબીબ અને નર્સ અને દેશનું રક્ષણ કરતાં સૈનિકોને ટ્રીબ્યુટ આપવા માટેની થીમ સાથે શ્રીજીની સ્થાપના કરી છે.
ઘરમાં ગણેશજીની સ્થાપના કરનારા રાકેશ પટેલ કહે છે, દર વર્ષે સોસાયટીમાં લોક જાગૃત્તિ માટેની થીમ પર ગણેશજીની સ્થાપના થાય છે પરંતુ આ વર્ષે અમે ઘરે ગણેશજીની સ્થાપના કરીને સુરત પરથી કોરોના સાથે રેલનું પણ સંકટ જતું રહે તેવી પ્રાર્થના કરી રહ્યાં છે.
સુરતમાં એક બે જગ્યાએ નહીં પરંતુ હજારો ઘરોમાં શ્રીજીની સ્થાપના વિવિધ થીમ પર કરવામાં આવી છે અને વિધ્નહર્તાની સ્થાપના કરવા સાથે સાથે સુરત પરથી વિધ્ન જતું રહે તેવી પ્રાર્થના કરી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.