સુરતમાં ગણેશ વિસર્જનમાં ખુદ કોર્પોરેટર નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા

જાહેરમાં ગણેશજીની પ્રતિમાં વિસર્જન કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે ઉધના રામનગર ખાતે મરાઠી સમાજની મહિલાઓ દ્વારા માટીની મૂર્તિનું વિસર્જન ઘરે જ કરાયું હતું. જો કે એ સમયે ત્યાંના કોર્પોરેટર સહિત અન્ય લોકો દ્વારા સોશિયલ ડિસ્ટનસિંગ ભુલાયું હતું.

શહેરમાં ગણેશ વિસર્જનને લઈને તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમ છતાં ઉધનાના કોર્પોરેટર સોમનાથ મરાઠે ગણેશ વિસર્જન વખતે જાતે જ નિયમો ભૂલ્યા હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે.

ઉધના રામનગર ખાતે ગણપતિ વિસર્જન ઘરે જ હોજ બનાવી કરાયું હતું. મરાઠી સમાજની મહિલાઓ દ્વારા માત્ર 1 ફૂટની માટીની મૂર્તિ સ્થાપિત કરાઈ હતી.

છેલ્લા 26 વર્ષથી તેઓ ગણપતિની સ્થાપના કરે છે. પુષ્પોથી હોજને સજાવી વિસર્જન કુંડ તૈયાર કરાયુ હતું તેમજ લેઝીમ ડાન્સ કરી વિસર્જન કર્યું હતું. જો કે ખુદ કોર્પોરેટર જ નિયમોનું ઉલ્લંઘન કરતા અનેક સવાલો ઉઠ્યા હતાં.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.