સુરત શહેરમાં ફરી બની ગેંગ રેપની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. કતારગામ આંબતાલાવડી વિસ્તારની 17 વર્ષીય વિદ્યાર્થીની સાથે અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યુ હોવાના અહેવાલો મલીનરહ્યા છે. નોંધાયેલી ફરિયાદ મુજબ 3 યુવકોએ કારમાં અપહરણ કરી દુષ્કર્મ કરી દુષ્કર્મ નો વિડયો પણ બનાવી લીધો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. દુષ્કર્મ કરવામાં શામેલ અન્ય એક ઇસમે દુષ્કર્મનો વિડિયો બતાવી એસિડ એટેક ની ધમકી આપી હોવાની વિગતો મળી રહી છે. આ અંગેની ફરિયાદ કતારગામ પોલીસ મથકે ચાર લોકો વિરુદ્ધ નોંધવામાં આવી છે.
કતારગામ પોલીસ મથકની હદ વિસ્તારમાં 17 વર્ષય તરૂણી સાથે ગેંગ રેપ જેવી ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચક ચાર મચી જવા પામ્યો હતો. વિધાર્થીની સાંજ ના સમયે પોતાના ટ્યુશન કલાસીસથી ઘર તરફ પરત ફરી રહી હતી, ત્યારે રોડ પર અચાનક એક બ્લેક કલરની કાર આવી હતી અને વિદ્યાર્થીની ને કાર માં જબરદસ્તી થી અંદર બેસાડી દેવામાં આવી હતી. કારમાં 3 લોકો સવાર હતા. જેમાં કાર ચાલક કાર કોઈ ફાર્મ હાઉસ તરફ લઈ ગયો હતો. અને ત્યાં નરાધમોએ વિદ્યાર્થી પર અવાર નવાર દુષ્કર્મ આચારીયું હતું. એટલું જ નહીં તેનો વિડિઓ પણ બનાવી લીધો હતો અને ધમકી આપતા કહ્યું હતું કે જૉ કોઈને જાણ કરશે તો પરિણામ સારું નહીં આવે. નરાધમો એ દુષ્કર્મ આચર્યા બાદ કિશોરીને ને એકાંત જગ્યા એ મૂકી ફરાર થઈ ગયા હતા. બદનામી ના ડરે કિશોરીએ આ વાત કોઈને જણાવી નહોતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.