સુરત ગેંગરેપના આરોપી પરેશ તળાવિયાના મોટા ભાઈ કોંગ્રેસના આગેવાન, રાજકીય વગના કારણે પોલીસ સ્ટેશનમાં VIP ટ્રીટમેન્ટ મળી

સુરત શહેરની પ્રતિષ્ઠિત મુનિ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક પરેશ તળાવિયા અને તેના મિત્રોએ એકલી રહેતી મહિલા પર ફાર્મ હાઉસમાં ગેંગરેપ આચર્યો હોવાની પોલીસ ફરિયાદ તેની ધરપકડ થઈ હતી.

જોકે, આ સમગ્ર સુરતમાં ચકચાર મચાવનારા આ કેસમાં નવો ખુલાસો થયો છે. આ સામૂહિક દુષ્કર્મ કેસના આરોપી પરેશ તળાવિયા મોટી રાજકીય વગ ધરાવે છે. પ્રાપ્ત અહેવાલો મુજબ પરેશ તળાવિયાના ભાઈ અમેરલીમાં તાલુકા પંચાયતના આગેવાન છે અને તેની રાજકીય વગના કારણે જ તેના વિરુદ્ધ ફરિયાદ ન લેવાઈ હોવાનો આક્ષેપ છે. આક્ષેપ એવો પણ છે કે પરેશ તળાવિયા મોટી વગ ધરાવે છે અને તેના કારણે પોલીસ દ્વારા તેને VIP ટ્રીટમેન્ટ આપવામાં આવી છે.

સુરતની પ્રતિષ્ઠિત મુનિ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક પરેશ તલાવિયાએ મિત્રો સાથે મળી ઢોરમાર મારી અને મહિલાના ગુપ્ત ભાગે દારૂની બોટલોથી ઇજા કરી હોવાના આક્ષેપથી હાહાકાર મચી ગયો હતો, પોલીસે આ કેસમાં બે દિવસ પૂર્વે મુખ્ય આરોપી પરેશ તળાવિયાની ધરપકડ કરી

આ કેસની ફરિયાદી મહિલા મૂળ ગોંડલની રહેવાસી છે. તેનું લગ્ન સુરતમાં થયું હતું પરંતુ પતિની દારૂ પીવાની અને માર મારઝૂડથી કંટાળી તેણે છૂટાછેડા લીધા હતા અને પુત્ર તેમજ પુત્રીના અભ્યાસ માટે એકલી રહેતી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.