સુરતમાં ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાં આગ, સ્કૂલ બસ-રીક્ષા સહિતનાં વાહનો ભડકે બળ્યા

સુરતના ઓલપાડ વિસ્તારમાં માસમા ગામ નજીક આજે વહેલી સવારે આગનું તાંડવ જોવા મળ્યું હતું. માસમા રોડ પર વહેલી સવારે 6.30 વાગ્યે ગેસના બોટલ ભરીને જતી ટ્રકમાં એકાએક આગ લાગી ગઈ હતી. જેના કારણે ટ્રકમાં ભરેલાં બાટલાઓ રસ્તા પર વિખેરાઈ ગયા હતા. અને તેમાંથી અમુક બાટલાઓ ધડાકાભેર ફૂટ્યા લાગ્યા હતા. જેના કારણે રસ્તા પરથી પસાર થતી સ્કૂલ બસ-રીક્ષા સહિતના વાહનો આગની ચપેટમાં આવી ગયા હતા. આગને કાબૂમાં લેવા માટે ફાયરવિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ દુર્ઘટનાને પગલે ઓલપાડ કોસ્ટલ હાઈવે બંધ કરાયો હતો.

ગેસનાં બાટલાઓ ફૂટવાનો અવાજ એટલો તીવ્ર હતો કે આસપાસના અનેક કિમી દૂરનાં વિસ્તારોમાં તેનો અવાજ સંભળાયો હતો. તો ગેસનાં સિલિન્ડરો ધડાકાભેર ફાટતાં ગામમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. બોમ્બ ફૂટ્યો હોવા જેવો અવાજ આવતાં લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. અને બહાર સિલિન્ડરો ફાટતાં જોઈ સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. જો કે ગણતરીનાં કલાકોમાં ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.