સુરતમાં શ્રાવણીયો જુગાર રમતા નવયુવાનો પકડાયા છે. સુરત શહેરના કતારગામમાં વિસ્તારની આ ઘટના સામે આવી છે. ગઈકાલે એટલે કે તારીખ 16 ઓગસ્ટના રોજ આ જુગારીઓ પકડાયા હતા. ગઈકાલે લગભગ સાંજના સાત વાગ્યે આ જુગારીઓ જુગાર રમતા રંગે હાથ પકડાયા હતા. સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે લાખોનો મુદ્દામાલ પણ સાથે ઝડપવામાં આવ્યો છે. વેડરોડ સિંગણપોર ચાર રસ્તા રાધાસ્વામિ સોસાયટી પાછળ પ્લોટ નં. ૧૧૩માં મુંકુદભાઈ શંભુભાઈ પાનેલીયાના મકાનમાં ગંજીપાનાથી આ લોકો જુગાર રમતા પકડાયા હતા.
દરેક આરોપીઓના નામ, સરનામાં અને ઘણી વિગતો અહિયાં સામે આવી છે.
(1) પ્રશાંત દિનેશભાઇ સોંદાગર (ઉ.વ-૨૫) ધંધો-ગાયક કલાકાર રહે- ઘરનં-૪૮ જમનાપાર્ક સોસાયટી કોઝ્વેરોડ સુરત., (2) અનિશ જશવંતભાઇ પાંડવ ઉ.વ-૩૧ ધંધો-કાપડનો રહે- ઘરનં-૫૭ ગણેશપાર્ક સોસાયટી કોઝવે સર્કલ પાસે સુરત
(3)રાજુ મુળુભાઇ પ્રજાપતિ ઉ.વ-૩૧ ધંધો-કાપડનો રહે-૧૧૬ યમુનાપાર્ક સોસાયટી ડભોલી રોડ સુરત, (4) અલ્પેશભાઇ લવજીભાઇ પ્રજાપતિ ઉ.વ-૩૦ ધંધો-કાપડનો રહે- ઘરનં-૪૬ શીવછાયા સોસાયટી અખંડ આનંદ સ્કુલની પાછળ કતારગામ સુરત, (5) હર્ષદભાઇ ઘેલાભાઇ વરીયા ઉ.વ-૩૬ ધંધો- શીલાઇ રહે-ઘરનં- ૩ ચીત્રકુટ સોસાયટી ડભોલી ચાર રસ્તા સુરત
(૬) કેતુલભાઇ ધીરુભાઇ સરવૈયા ઉ.વ-૨૮ ધંધો-મેનેજર રહે-MIG/C/601 ગણેશ રેસી.ગણેપુરા અમરોલી સુરત (૯) પરેશ ભરતભાઇ કલસરીયા ઉ.વ-૩૨ ધંધો-દલાલી રહે- ઘરનં-૧૩ વિષ્ણુ દેવી આઇડીયલ રો-હાઉસ જહાંગીરપુરા સુરત, (૧૦) નરેશ કુરજીભાઇ દેવગણીયા ઉ.વ-૩૬ ધંધો-દલાલી રહે- ઘરનં- એ/૩૦૩ હંસ એવન્યુ સાંઇ દર્શન સોસાયટી ડભોલી રોડ સુરત, (૧૧) નરેશભાઇ પોપટભાઇ પ્રજાપતિ ઉ.વ-૩૧ ધંધો-કાપડનો રહે- ઘરનં-૧૭૪ યમુના પાર્ક સોસાયટી ડભોલી રોડ સુરત
આમ ટોટલ 11 જુગારીઓ જુગાર રમતા રંગે હાથ પકડાયા હતા. દરેક લોકો બંધ મકાનમાં ગોળ કુંડાળામાં બેસી જુગાર રમતા પકડાયા હતા. છુટા છુટા થઈને ટોટલ ૩,૧૪,૨૬૦ /- ના મુદ્દામાલ સાથે આ આરોપીયો પકડાયા હતા. હવે પોલીસ અધિકારીઓએ વધારે તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.