ગેંગના સાગરીતને સુરત ગ્રામ્ય એલ.સી.બી પોલીસે ચોરી કરેલ મોટર સાઈકલ સાથે ઝડપી પાડી મોટા પ્રમાણમા ચોરીના મોટર સાઈકલ કબ્જે કરી અલગ અલગ જિલ્લાના મોટર સાઈકલ ચોરીના ગુના ઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
સુરતમાં મોટરસાયકલ ચોરીના બનાવો દિવસે ને દિવસે વધતા હોવાને કારણે પોલીસ અધિક્ષક ઉષા રાડા સાહેબનાઓએ સુરત ગ્રામ્ય જિલ્લામા તથા આજુબાજુના જિલ્લાઓમા મોટા પ્રમાણમા વાહન ચોરીના ગુના અટકાવવા માટે આદેશ કર્યો હતા.
બાતચિત આધારે એક 20 વર્ષીય શખ્સ આવતા તેને રોકીને કડકાઈ પૂર્વક પૂછયા બાદ બાતચિતના આધારે ખરાય કરતા શખ્સે પોતાનું નામ નરેશભાઈ ગુજરીયા કલેશ જણાવ્યું હતું અને પોતે ચલાવી લાવેલ મોટરસાયકલ ચોરીનું હોવાનું કબુલ્યું હતું જેથી એલ.સી.બી પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ આદરી હતી તેમજ વધુ તપાસ આદરતા એલ.સી.બી પોલીસને મધ્યપ્રદેશ રાજ્યની એક કડી મળી હતી અને ત્યાં તપાસ અર્થે જતા પોલીસને મોટી સફળતા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.