[3:12 PM, 12/10/2021] .: સુરતના અમરોલી છપરાભાથા રોડ પર આવેલા બાપા સીતારામ મઢૂલી નજીક એક લગ્ન પ્રસંગ ચાલી રહ્યા હતા. જ્યાં કેટલાક લોકોનું ટોળું આ લગ્ન પ્રસંગમાં ધસી આવ્યુ હતુ અને દિપેશ નામના વ્યક્તિને બેરહેમીથી માર મારવા લાગ્યા હતા. લગ્ન પ્રસંગ હાજરી આપી રહેલા લોકોએ આ યુવકને બચાવાનો પ્રયાસ કર્યો હતો, પણ આ તમામ લુખ્ખા તત્વોએ એમને પણ છોડ્યા નહતા. આટલું જ નહીં, લગ્ન મંડપમાં રહેલી ખુરશીઓમાં તોડફોડ કરીને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે રોષે ભરાયેલા લોકોએ અમરોલી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી. જેના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના છાપરભાઠા રોડ બાપા સીતારામ મઢુલી પાસે કાઠિયાવાડી ટેકરામાં રહેતા દિપેશ પાસે આ વિસ્તારમાં જ રહેતા મિતુલ દરબાર, વિપુલ રબારી, રાહુલ ભરવાડ અને રોહિત ભરવાડનો બાકી 500 રૂપિયાની ઉઘરાણીને લઇ ઝઘડો થયો હતો. દિપેશ સોસાયટીના લગ્નપ્રસંગમાં જતો રહેતાં આ ચારેય બીજા સાગરીતો સાથે લાકડા સહિતનાં હથિયારો સાથે રાત્રે 11 વાગ્યે આ પ્રસંગમાં જ ધસી આવ્યા હતા. તેને માર મારવાની સાથે લગ્ન પ્રસંગમાં પણ ખુરશીઓની તોડફોડ કરી મહેમાનો ઉપર તૂટી પડયા હતા. બચાવવા પડેલા લોકોને પણ માર મારી આતંક મચાવતાં રહીશોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.
ટપોરીઓના ત્રાસ અને આતંકથી ત્રસ્ત રહીશો અને લગ્ન પ્રસંગ જેને ત્યાં હતો તેના સ્વજનો સહિત 200 લોકોનું ટોળું અમરોલી પોલીસ મથકે પહોંચ્યું હતું અને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવાની માગણી કરી પોલીસ મથકને ઘેરો ઘાલતાં ઉપરી અધિકારીઓને દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી. પોલીસે રાત્રે જ આ ટપોરીઓ વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધી આતંક મચાવનારા 5 લુખ્ખા તત્વોની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી જેલના હવાલે કરી દીધા છે. જ્યારે અન્ય ફરાર આરોપીઓને શોધવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.