કોરોના વાયરસની માત્ર માનવ જીવન ઉપર જ નહીં પણ આર્થિક ક્ષેત્રે પણ માઠી અસર થઇ રહી છે. સુરતના હીરા ઉદ્યોગને આગામી બે મહિનામાં લગભગ 8000 કરોડ રૂપિયાનું નુકસાન થઇ શકે છે અને તેનું કારણ છે ચીનમાં ફેલાયેલો જીવલેણ ચેપી રોગ કોરોના વાયરસ. કોરોના વાયરસના લીધે હોંગકોંગે ઇમર્જન્સીની જાહેરાત કરી દીધી છે. હોંગકોંગ સુરતના હીરા ઉદ્યોગ માટેનું મુખ્ય નિકાસ બજાર છે. સુરત સ્થિત હીરાના વેપારીઓનું કહેવું છે કે હોંગકોંગ અમારી માટે મુખ્ય બિઝનેસ હબ છે, ત્યાની શાળા અને કોલેજોમાં માર્ચના પ્રથમ સપ્તાહ સુધી રજાઓ જાહેર કરી દેવામાં આવી છે.
કોરોના વાયરસ ફેલાતા ત્યાં વેપારી ગતિવિધિઓ સ્થગિત થઇ ગઇ છે. જેમ્સ અને જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના રિજનલ ચેરમેન દિનેશ નાવડિયાએ કહ્યું કે, સુરતમાંથી દર વર્ષે હોંગકોંગ ખાતે 50,000 કરોડ રૂપિયાના પોલિશ્ડ હીરાની નિકાસ કરવામાં આવે છે. જે સુરતમાંથી થતી હીરાની કુલ નિકાસનો 37 ટકા હિસ્સો છે. હવે કોરોના વાયરસના પ્રકોપના લીધે હોંગકોંગની સરકારે એક મહિના રજા જાહેર કરી દીધી છે.
હોંગકોંગમાં જે ગુજરાતી વેપારીઓની ઓફિસ છે તેઓ સ્વદેશ પરત આવી રહ્યા છે. નાવડિયાએ કહ્યું કે, જો સ્થિતિ સત્વરે સુધરશે નહીં તો હીરા ઉદ્યોગ ગંભીર રીતે પ્રભાવિત થશે. સુરતનો હીરા ઉદ્યોગ દેશમાં
આયાતી 99 ટકા રફ ડાયમંડનું પોલિશિંગ કરી છે. તેમણે વધુમાં કહ્યું કે, ફેબ્રુઆરી અને માર્ચમાં સુરતના હીરા ઉદ્યોગને રૂ. 8000 કરોડનું નુકસાન થવાની આશંકા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.