ઉત્રાણમાં જૂના ઝગડાની અદાવતમાં બે સગાભાઇઓએ જાહેરમાં ચપ્પુના ઘા મારી મિત્રની જ હત્યા કરી નાંખી હતી. જીઇબીમાં એપ્રેન્ટિસ્ટ તરીકે કામ કરતાં યુવાનની હત્યામાં સંડોવાયેલા બંને ભાઇઓની પોલીસે ધરપકડ કરી હતી.
આ બનાવની ફરિયાદ ઉત્રાણ ખાતે કિર્તીનગર સોસાયટીમાં રહેતા મૂળ ભરૂચ જિલ્લાના જંબુસરના વતની વિઠ્ઠલભાઇ બુધાભાઇ ગોહિલે કરી હતી અને તેમણે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમનો 27 વર્ષીય પુત્ર ભાવિન જીઈબીમાં એપ્રેન્ટિસ્ટ તરીકે નોકરી કરતો હતો અને એકાદ મહિના પહેલા તેમના પુત્રનો સોહેલ ઉર્ફે સિદ્ધાર્થ સુરેશભાઈ પવાર સાથે ઝઘડો થયો હતો. તે સમયે બંને વચ્ચે ઝપાઝપી થતા બીજા મિત્રોએ વચ્ચે પડી તેમને છોડાવ્યા હતાં.
પરંતુ આ ઝઘડાની અદાવત રાખીને ગઈકાલે રાત્રે ભાવિન ગોહીલ મલ્હાર પાનના ગલ્લા પાસે બેસેલો હતો અને ત્યારે સોહેલ ઉર્ફે સિધ્ધાર્થ સુરેશભાઇ પવાર તથા સુશીલ સુરેશભાઇ પવાર મોપેડ ઉપર આવ્યા હતા અને પાછળથી માથુ પકડી કોઇ તીક્ષ્ણ હથિયારથી ગળાના ભાગે ઘા માર્યો હતો. અને યુવકનું મોત નીપજયું હતું. ઉત્રાણ પોલીસે બંને ભાઈઓ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. અને સોહેલ ઉર્ફે સિદ્ધાર્થ સુરેશભાઇ પવાર તથા સુશીલ સુરેશભાઇ પવાર (બન્ને રહે. કિર્તીનગર સોસાયટી, ઉત્રાણ સુરત) ની ધરપકડ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.