શહેર પોલીસ (Surat city police) ધારે તો ગમે તેવા ગુના (Crime) રોકી શકે છે. આ વાત કહેવી અતિશયોક્તિ ભરી નથી. પોલીસ કમિશનર (Police commissioner) અજય તોમરના શાસનને એક વર્ષ લગભગ પૂરું થઇ ચૂક્યું છે. તેમાં ડ્રગ્સનો કારોબાર આ શહેરમાં બે દાયકા પછી શૂન્ય થઇ ગયો છે, તે માત્ર ને માત્ર પોલીસ કમિશનર તોમરની કુનેહને કારણે છે. જ્યારે વ્યાજખોરોએ પોલીસ કમિશનર તોમરના ડરથી ધંધો બંધ કરી દીધો છે.દોઢ હજાર પાસાની કાર્યવાહી તેમના શાસનમાં થઇ છે. પરંતુ પડદાની બીજી બાજુ એટલી જ વિવાદી છે. તેમાં પોલીસદાદાઓ પર જ્યારે કાર્યવાહી કરવાની વાત આવે છે ત્યારે પોલીસ કમિશનર અજય તોમરનું વલણ તેમના જ સાથીદારો પર વધારે વિશ્વાસભર્યુ હોય છે. હવે આ વિશ્વાસના નામ પર પોલીસની ગંભીર ગેરરીતિ કે બેદરકારીની તપાસ કાગળ પર બતાવી આડે પાટે ચઢાવી દેવાતો હોવાની વાત સામે છે. કોઇ પણ ફરિયાદી હોય કે પછી મિડીયા (media)હોય તે તમામને કરપ્ટ હોવાની વાત રિપોર્ટ (fir)માં કરાય છે, જ્યારે ભ્રષ્ટ પોલીસ (corrupt police) કર્મીને છોડી દેવાય છે. હાલમાં પોલીસ પર ઉચ્ચ અધિકારીઓનો ડર રહ્યો નથી તે કહેવામાં અતિશયોક્તિ નહીં કહેવાય.
આ એ વિવાદી કેસો છે જેમાં તપાસમાં ગંભીર બેદરકારી દાખવાઈ છતાં પોલીસ અધિકારીઓને બક્ષી દેવાયા;
કેસ નંબર-1 : ઉમરા પોલીસ પીઆઇ ઝાલા અને મહિલા પીએસઆઇ ચૌધરી દ્વારા હાઇ પ્રોફાઇલ ડ્રીંક એન્ડ ડ્રાઇવ કેસમાં અતુલ વેકરિયાને બચાવવા માટે જે રીતે ખેલ કરાયા તેમાં અખબારી અહેવાલો પછી પોલીસે અતુલ વેકરિયાને પકડવો પડ્યો હતો. પરંતુ આજદિન સુધી ઉમરા પીઆઇ તેમના રાજકીય સંપર્કોને કારણે પોલીસ કમિશનર અજય તોમર કોઇ આક્રમક કાર્યવાહી કરી શક્યા નથી.
કેસ નંબર-2 : પીઆઇ સલૈયાના કારનામા અગાઉ પણ ચર્ચામાં હતા. એક જ કેસ મામલે બે પોલીસ મથકમાં આ વિવાદી અધિકારી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી. તેમાં પણ તપાસનું નાટક કરવામાં આવ્યું. પોલીસ કમિશનર અજય તોમરને આ મામલે શું રિપોર્ટ તેમના કલીગોએ આપ્યો તે ખબર નથી. આ અધિકારીએ પચાસ પોલીસને બોલાવી અને ફાર્મ હાઉસમાં પાર્ટી કરી પોલીસ કમિશનર અજય તોમરે ઊભી કરેલી પોલીસની છાપ પર બટ્ટો લગાવી દીધો.
કેસ નંબર-3 : સંજીવની અને સાંઇદીપ હોસ્પિટલ દ્વારા રેમડેસિવિરની ગેરરીતિ મામલે ખટોદરામાં પીએસઆઇ અશ્વિન કુવડિયા સામે હોસ્પિટલ સંચાલકો સાથે સેટિંગબાજી કરીને રિમાન્ડ નહીં માંગવામાં આવ્યાં તેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. પોલીસ કમિશનર અજય તોમરને જ્યારે ખબર પડી ત્યારે તેઓએ રિમાન્ડ લેવા માટે આદેશ આપ્યો, પરંતુ આ કેસમાં પીએસઆઇકે અન્ય કોઇ અધિકારીને બચાવી લેવામાં આવ્યા છે.
કેસ નંબર-4 : ડુમસમાં પીઆઇ રાહુલ પટેલ દ્વારા ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ગુણવંત રાવના નિધન પછી તેમની પુત્રીને બોત્તેર કલાકમાં જમીનના એક વિવાદમાં જેલના સળિયા પાછળ ધકેલવામાં આવી. એવું કહેવાય છે કે, આ દીકરીઓએ પોલીસ સ્ટેશનનાં પગથિયાં ઘસી નાંખ્યાં હતાં. પરંતુ આ મામલે ગૃહમંત્રીએ દરમિયાનગીરી કરતાં બે મહિના પછી પીઆઇ રાહુલ પટેલની બદલી કરવામાં આવી હતી.
કેસ નંબર-5 : શહેરમાં સ્ટેટ વિજિલન્સ રેડ કરે છે અને પીઆઇને સસ્પેન્ડ કરવાને બદલે તેમના ઉપરીઓ આ પોલીસ ઇન્સ્પેક્ટરને બચાવવા માટે જે રમત રમે છે તે ચોંકાવનારી છે. તેના કારણે શહેરમાં દારૂ અને જુગારના પાંચ હજાર કરતાં વધારે અડ્ડા ધમધમતા થઇ ગયા છે. પીઆઇ કે ડી-સ્ટાફ સામે કાર્યવાહી સ્ટેટ વિજિલન્સના દરોડા પછી અગાઉ કરવામાં આવતી હતી, જે હાલમાં નહીંવત થઇ રહી છે. આમ, ડી-સ્ટાફ ગુના ડિટેક્ટ કરવાને બદલે દારૂ અને જુગારના ધંધા તરફ ડાયવર્ટ થયો છે.
હવે આમાં જોવાનુ આ રહે છે કે ગૃહવિભાગ સુરત શહેરની કથળતી જતી કાયદો-વ્યવસ્થાની સ્થિતી અને ડિપાટઁમેન્ટ પર પગલા ભરવાની બાબતના કમીશ્નર શ્રી ના નરમ વલણ ને લઇને શું ગૃહ વિભાગ તરફથી કોઇ નવા આદેશ આપવામાં આવશે કે નહિ..?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.