પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા માટે ઈન્દોર અને પુણે વચ્ચે વસાઈ રોડ થઈને બીજી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન અઠવાડિયામાં ત્રણ દિવસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ટ્રેન (02944-43) સુપરફાસ્ટ વિશેષ ટ્રેન સપ્તાહમાં ત્રણ દિવસ ઇન્દોર અને પુના વચ્ચે દોડશે. આ ટ્રેન તા. 5 નવેમ્બરથી આગળની નવી સૂચના સુધી ચાલુ રહેશે. ટ્રેન (02944) ઇન્દોર-પુણે વિશેષ ટ્રેન દર રવિવાર, ગુરૂવાર અને શુક્રવારે 14.35 કલાકે ઈંદોરથી ઉપડશે.
આવી જ રીતે ટ્રેન (02943) પુણે-ઇન્દોર વિશેષ ટ્રેન દર સોમવાર, શુક્રવાર અને શનિવારે પુણેથી 15.30 કલાકે ઉપડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.