કતારગામ પોલીસે બાતમીના આધારે પોલીસ ટીમે પોલીસે દરોડા પાડી રત્નકલાકાર મહેશ ધીરૂભાઇ બોરીચા (ઉ.વ. 29 રહે. 14, નીલકંઠ સોસાયટી, લલીતા ચોક્ડી, કતારગામ અને મૂળ બાળ ક્રિષ્ણાની હવેલી પાસે, તા. લાઠી, જિ. અમરેલી) ને મોબાઇલ ફોનમાં GALAXY EXCH99 નામની વેબસાઇટ પર બુકી દ્રારા આપવામાં આવેલા આઇડી-પાસવર્ડનો ઉપયોગ કરી આઇપીએલની મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપીટલ વચ્ચેની લાઇવ ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા રંગેહાથ ઝડપી પાડયો હતો.
પોલીસે મહેશની અંગ જડતી કરતા તેની પાસેથી રોકડા રૂા. 15,120 અને મોબાઇલ ફોન રૂા. 8 હજારની કિંમતનો મળી આવ્યો હતો. મહેશની પુછપરછમાં વરાછા રાજહંસ કોમ્પ્લેક્ષની 206 નંબરની ઓફિસ ધરાવતા બુકી સુમીત હરજી ગોલ (રહે. લાઠી રોડ, તા. લીલીયા, જિ. અમરેલી) ને ઓનલાઇન ભાવ લખાવી સટ્ટો રમતો હોવાની તથા હારજીતનો ફાઇનલ હિસાબ લાલજી ગોબર ગજેરા (ઉ.વ. 34 રહે. 65, સુંદરવન રેસીડન્સી, નનસાડ ગામ, કામરેજ) લઇ જતો હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે વરાછા રાજહંસ કોમ્પ્લેક્ષમાં દરોડા પાડી સર્ચ કરતા ટેબલના ખાનામાંથી રોકડા રૂ. 5.30 લાખ મળી આવ્યા હતા.
પોલીસે રોકડ મત્તા ઉપરાંત મહેશ અને લાલજીના મોબાઇલ ફોન મળી કુલ રૂા. 5.55 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બુકી સુમીત ગોલને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.