સુરત બની રહ્યું છે મીની પંજાબ.. યુવાધન કરી રહ્યું છે નશાના રવાડે..

કડોદરા નિકોલ ચેકપોસ્ટ પરથી સુરત શહેરના મેકડ્રોન ડ્રગ્સની ધૂસણખોરી કરનાર ત્રણ યુવાનોની ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા છે.જેની પાસેથી પોલીસે રુ. ૧૬.૬૨ લાખની કિંમતનું ડ્રગ્સ કબ્જે કયુઁ હતું. આ ડ્રગ્સ મુંબઈ નાલાસોપારાથી એક વ્યકિત પાસેથી ખરીધું હોવાનું સામે આવ્યું હતું. છેલ્લાં કેટલાંય સમયથી સુરત શહેરમાંથી વિવિધ વિસ્તારોમાં ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું હોવાની ફરિયાદ પોલીસને મળી હતી..

કારની તપાસ કરતા તેમાંથી મેકડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.જેથી પોલીસે કારમાં સવાર ત્રણ યુવાનો તથા રૂપિયા ૧૯.૬૨લાખની કિંમતનો ડ્રગ્સ કબજે કર્યું હતું.

આ ત્રણેય ઈસમો મુંબઈનાં નાલાસોપારા થી એક વ્યક્તિ પાસેથી ડ્રગ્સ ખરીદ્યું હતું. અને સુરતમાં જુદા જુદા વિસ્તારોમાં વેચાણ કરતાં હતાં.

https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo&t=6s

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.