સુરતમાં જાહેરમાં ગમે ત્યાં થૂકતા લોકો ચેતજો- આવાં 200 ઝડપાયા, કુલ 50000નો દંડ વસૂલાયો

સુરતઃ રવિવારે જાહેરમાં થૂંકનારા વ્યક્તિઓને આરોગ્ય ખાતાની ટીમે પકડી પકડીને દંડ વસુલ્યો છે. અઠવા ઝોન વિસ્તારના ગૌરવપથ, ડૂમસ રોડ સહિતના વિસ્તારમાં અને સેન્ટ્રલ ઝોનના રેલવે સ્ટેશન-બસ સ્ટેશન, ચોક સહિતના વિસ્તારમાંથી મળી કુલ 200થી વધુ વ્યક્તિઓને જાહેરમાં થૂંકવા પકડ્યા હતાં અને વ્યક્તિ દીઠ 250 રૂપિયા પ્રમાણે 50 હજારથી વધુનો દંડની વસુલાત કરી છે. કોરોના વાયરસનો ચેપ સંક્રમિત વ્યક્તિના જાહેરમાં થૂંકવાના કારણે ફેલાવો થવાની શક્યતા રહેલી છે. તેથી જાહેરમાં થૂંકવા ઉપર સરકારે પ્રતિબંધ મુક્યો છે અને જો કે સોમવારથી જે પણ વ્યક્તિ જાહેરમાં થંૂકશે તેની પાસેથી હવે 500 દંડ લેવાશે.

રાજ્ય સરકારના નોટીફિકેશનનું રવિવારથી જ અમલીકરણ હાથ ધરી દેવાનું છે ત્યારે પાલિકાનું આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. ખાસ કરીને મલ્ટિપ્લેક્સ બંધ રાખવાનો આદેશ છે ત્યારે મલ્ટિપ્લેક્સોની મંજુરી કલેક્ટરાલયના મનોરંજન વિભાગ આપતું હોય ચાલુ સિનેમા હોલ-મલ્ટિપ્લેક્સને બંધ કરવાની કાર્યવાહી મનોરંજન વિભાગે કરવાની હોવાનું પાલિકાના આરોગ્ય તંત્ર જણાવી રહ્યું છે. જ્યારે મહત્ત્વની વાત એ છે કે, અમલીકરણનું પાલન કરાવવાની જવાબદારી જે મનોરંજન વિભાગની છે તેે મનોરંજન વિભાગ જ રવિવારે સંપૂર્ણ બંધ હતું. જેથી રવિવારે મોલ અને મલ્ટિપ્લેકક્સ શરૂ રહ્યા હતાં. જો કે લોકોની હાજરી ઓછી જોવા મળી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.