અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ છાપરાભાઠા ખાતે રહેતો 19 વર્ષીય રોકી (નામ બદલ્યું છે) રત્નકલાકાર છે.અને છેલ્લા ચારેક મહિનાથી તેની માનસિક બિમારીની દવા ચાલું છે. અને ગઈકાલે સવારે તે ઘરેથી કામે જવા નીકળ્યો હતો. બાદમાં તેની મોટી બહેનને વિડીયો કોલ કરીને ‘મારે છેલ્લી વખત તારુ મોઢું જોવું છે’ એટલે વાત કરવા ફોન કર્યો છે, હું આપઘાત કરવા જાઉં છું’ તેમ કહેતા જ બહેને કોલ કાપી નાખી તેના પિતાને જાણ કરી હતી.
જેથી પરિવારે તાત્કાલિક અમરોલી પોલીસમાં જાણ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર આર.પી.સોલંકીએ પીએસઆઈ એમ.જી.રાઠોડને ટીમ સાથે તપાસ કરવા કહ્યું હતું. અને પોલીસે રોકીનો મોબાઈલ નંબર ટ્રેસ કરતા જીલાની બ્રિજ પાસે હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસની ટીમ પરિવાર સાથે જીલાની બ્રિજ પહોંચી ગઈ હતી. બ્રિજ પાસે નીચે રત્નકલાકાર આંટા મારતો હતો અને આપઘાત કરવાની ફીરાકમાં જ હતો. ત્યારે પોલીસે તેને પકડી બચાવી લીધો હતો. બાદમાં પોલીસે તેનું કાઉન્સલિંગ કરી તેને સાંત્વના આપી હતી. અને જો ફરીથી આપઘાતનો વિચાર આવે તો પોલીસ સ્ટેશનનો નંબર આપ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.