સુરત શહેર જિલ્લામાં નવા 260 કેસ સાથે કુલ આંક 32,178; આજે 3ના મોત કુલ મૃતકઆંક 963

સુરત શહેરમાં રવિવારે નવા ૧૭૫ અને જીલ્લામાં ૮૫ મળી કુલ ૨૬૦ દર્દી કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. સુરત સિટીમાં બે અને જીલ્લામાં એક મળી કુલ ત્રણ દર્દીના મોત થયા છે. શહેરમાંથી વધુ ૧૮૨ અને ગ્રામ્યમાંથી ૯૮ મળી કુલ ૨૮૦ દર્દીને રજા અપાઇ હતી.

આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ રવિવારે કતારગામના એક અને વરાછાના એક દર્દીનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું હતું. જયારે જીલ્લામાં પલસાણાના એક દર્દીનું મોત થયુ હતું. સુરત સિટીમાં કોરોનામાં નોધાયેલા નવા ૧૭૫ દર્દીમાં સૌથી વધુ અઠવાના ૩૩કતારગામના ૨૭ અને રાંદરના ૨૫ સહીતના દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

 

સુરત શહેરમાં આજદિન સુધીમાં ૨૩૪૩૧ પોઝિટીવ કેસમાં ૬૯૪નાં મોત થયા છે. જયારે જીલ્લામાં ૮૭૪૭ પૈકી ૨૬૯ વ્યકિતનાં મોત થયા છે. સુરત શહેર-જીલ્લામાં કુલ ૩૨૧૭૮  કેસમાં ૯૬૩ના મોત થયા છે. સુરત શહેરમાં વધુ ૧૮૨ દર્દીને રજા આપાતા અત્યાર સુધીમાં કુલ ૨૧૩૮૮ દર્દીને રજા આપવામાં આવી છે. જયારે ગ્રામ્યના ૯૮ને રજા અપાતા કુલ ૭૫૭૪ દર્દી સાજા થઇ ઘરે પહોંચી ગયા છે. આમ સિટી અને જિલ્લા મળી કુલ ૨૮૯૬૨ દર્દીએ કોરોનાને હરાવ્યો છે. 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.