સુરત જિલ્લાની કડોદરા પોલીસની ટીમે કામરેજ થી કેમિકલની ચોરી કરનાર બે શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસે તેમની પાસેથી કેમિકલ ના જથ્થા અને ટેમ્પો સહિત 1 લાખ 69 હજાર 400 રૂપિયાનો સામાન કબજે કર્યો હતો.
News Detail
આ અંગે મળતી માહિતી અનુસાર કડોદરા જીઆઇડીસી પોલીસની ટીમ સોમવારે રાત્રે પેટ્રોલિંગમાં હતી તે સમયે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે વરેલી ગામના પાટીયા પાસેથી એક પીયાગો ટેમ્પો ને રોકી તેની તલાશી લેતા ટેમ્પોમાંથી 1000 લીટર જવલનશીલ પદાર્થ કિંમત રૂપિયા 90000 મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પોમાં સવાર સુરતના ગોદાદરા નિવાસી કેસર અમરસિંહ રાજપૂત અને કામરેજ તાલુકાના ઉંભેળ ખાતે રહેતા ગોપાલસિંગ ઉદય સીંગ રાજપુત ની ધરપકડ કરી હતી. પૂછપરછમાં તેમણે આ કેમિકલ કામરેજ તાલુકાના ઉંભેળ ગામે આવેલ કેમિકલની દુકાનમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેમની પાસેથી 1000 લીટર ટર્પેન્ટાઈન કેમિકલ કિંમત રૂપિયા 90000, બે મોબાઇલ ફોન કિંમત રૂપિયા 19400, એક ટેમ્પો કિંમત રૂપિયા 60000 મળી કુલ 169400 નો મુદ્દામાલ કબજે કર્યા બાદ બંનેને કામરેજ પોલીસને હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.