સુરતમા કઇ રીતે થશે કોરોનાની સારવાર,જાણો વિગતે

વિશ્વભરમાં કોરોનાનો હાહાકાર છે. વિશ્વના લગભગ 200 થી વધારે દેશો કોરોનાથી સંક્રમિત છે. ત્યારે ભારત દેશ પણ તેમાંથી બાકાત નથી. ભારત દેશમાં કોરોના પોઝીટીવ કેસનો આંકડો 5000 ને પાર કરી ચુક્યો છે. અને મોતનો આંકડો 100 પાર પહોંચી ગયો છે. ત્યારે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને તાડામાર તૈયારી સાથે લડવા માટે જણાવી દીધું છે. અને રાજ્ય સરકારે તમામ શહેરોને કે જ્યા કોરોનાના પોઝીટીવ કેસ વધારે છે ત્યાં આક્રમક કામગીરી કરવા માટે સુચના આપી દીધી છે. જે માટે તમામ સ્થાનિક તંત્ર દ્વારા સ્ટ્રેટજી બનાવીને કોરોના સામે લડત આપી રહ્યા છે. સુરત શહેરમાં કોરોનાની સારવાર માટે સુરત મહાનગરપાલિકા કમિશનરે અક્શન પ્લાન તૈયાર કર્યો છે.

કોરોના માટે મનપા કમિશનર ‘‘3-ટી’’ પોલીસી ( ટ્રેકીંગ, ટેસ્ટીંગ અને ટ્રીટમેન્ટ) પર તો કામ કરી જ રહ્યા છે. પણ સાથે સાથે હવે કોરોના સામેની લડાઈમાં સુરત મહાનગરપાલિકા આક્રમક અભિગમ અપનાવશે, કોરોના સામે સારવારા માટે સુરત મનપા દ્વારા ત્રણ કેટેગરીમાં હોસ્પિટલ કાર્યરત કરાઈ છે. જેમાં જેઓમાં સામાન્ય લક્ષણો હશે તેઓ માટે કોવિડ કેર હોસ્પિટલ, શરદી ખાંસી માટે કોવિડ હેલ્થ સેન્ટર અને ગંભીર દર્દીઓ માટે કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવશે. તેમજ હાલમાં સુરત શહેરમાં હાલમાં કોમ્યુનિટી ટ્રાન્સમીશનના કેસો સામે આવી રહ્યા છે. ત્યારે ટેસ્ટીંગ પણ મોટા પ્રમાણમાં કરાશે. સીંગાપોરથી ટેસ્ટીંગ કીટ પણ મંગાવાઈ છે. જેથી આવનારા દિવસોમાં વધુ ને વધુ કેસો સામે આવશે જેને પહોંચી વળવા માટે મનપા દ્વારા ત્રણ કેટેગરી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.