સુરત: કાપડના વેપારીઓને ગાઇડલાઇનનું પાલન કરવું નથી અને દંડનો પણ વિરોધ

નિયમોનું પાલન નહી કરાતા ઉંચા દંડની વસુલાત કરાતા હવે વેપારીઓમાં કચવાટ વધવા લાગ્યો

 

 કોવિડ ગાઇડલાઇનના પાલન માટે તંત્ર દ્વારા દંડાત્મક કાર્યવાહી શરૃ કરાઇ ત્યારથી વેપારીઓમાં ડર અને કચવાટ પણ છે. તંત્ર દ્વારા વસુલાતા દંડ સામે વિરોધ કરાય રહ્યો છે બીજી તરફ ગાઇડલાઇનનું પાલન કરાઇ રહ્યું નથી.

કોવિડની ગાઇડલાઇનના પાલન માટે અવારનવાર સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં અને દંડની કામગીરી દ્વારા એક સંદેશો પણ આપવામાં આવ્યો. છતાં પણ લોકોએ સ્વયંભૂ તેનો અમલ કરી રહ્યા નથી. તેથી દંડાત્મક કાર્યવાહી શરૃ કરાઇ છે.

હવે દંડની મોટી રકમની વસુલીથી વેપારી આલમમાં વિરોધ ઉઠી રહ્યો છે.  અત્યારે વેપારીઓએ કામકાજ શરૃ કર્યા છે પરંતુ વેપાર નથી બહારગામથી કોઈ ખરીદી પણ નથી તેવા સંજોગોમાં રૃપિયા પાંચ પાંચ કે દસ દસ હજારનો દંડ આકરો લાગી રહ્યો છે અને તેથી તેનો વિરોધ થઈ રહ્યો છે.

માસ્ક વગર પેનલ્ટી ફટકારાતા વિરોધમાં રામનગરના વેપારીઓએ જાતે જ દુકાનો બંધ કરી દીધી

દરમિયાનમાં આજે સવારે એસએમસી અને પોલીસની ટીમ રામનગર વિસ્તારમાં ફરી વળી હતી અને માસ્ક નહિ પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સીગનું પાલન નહીં કરનાર દુકાનદારો અને મુલાકાતીઓને રુ. 200-200નો દંડ ફટકાર્યો હતો. આના વિરોધમાં દુકાનદારોએ કામકાજ બંધ કરી દીધું હતું. જોકે, બપોર પછી ફરી દુકાનો શરૃ થઈ ગઈ હતી.એસએમસી અધિકારીઓની દંડની કામગીરીના વિરોધમાં આક્રોશ પણ બહાર આવ્યો હતો. વેપારીઓએ પોતાનો ગુસ્સો સોશ્યિલ મીડિયાના માધ્યમથી ફરતો કર્યો હતો. સંદેશામાં વેપારીઓને માફ કરો. પાલિકા અધિકારીઓ મનમાની બંધ કરી સોશિયલ ડિસ્ટન્સીગના નામે ઉઘરાણી બંધ કરો. પહેલાં પોતે પાલન કરો, પછી જનતાને શીખ આપો. રુ. 200, 500, 5000 વહીવટ ના નામે ઉઘરાણી. મહામારીમાં સરકાર મદદ આપે, તેની સામે અધિકારી વહીવટી ખર્ચ વસુલે છે એવો સંદેશો ફરતો કર્યો હતો.

 




લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.