કોરોનાના કારણે સરકારે ફી લેવાની ના પાડી દેતા એક જ ઝાટકે બેરોજગાર થઈ ગયેલા ખાનગી સ્કૂલોના શિક્ષકોએ આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી અમોને રોજગારી પુરી પાડો અથવા સ્કૂલોને આર્થિક પેકેજ આપો અથવા નોકરીઓ આપો અને અમારી સમસ્યાનું નિવારણ નહિ થાય તો આંદોલન એ જ ઉપાય છે.
ખાનગી શાળાના શિક્ષક મંડળ દ્વારા આજે જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી કે અત્યારે ગુજરાતના 15 લાખ કરતા વધુ શિક્ષકોને પ્રાઇવેટ શાળાઓમાં પોતાનું પેટિયું રળીને પોતાના પરિવારનું ભરણપોષણ કરી રહ્યા હતા.
એવા સમયે કોરનાની સ્થિતિમાં શાળાઓ બંધ હોવાથી અમો પ્રાઇવેટ શાળાઓમાં નોકરી કરી ગુજરાન ચલાવતા હતા. પરંતુ આપના શિક્ષણ વિભાગના સ્કુલોએ ફી ના લેવી એવા પરિપત્રને કારણે આજે અમો નોકરી વગરના કે પગાર વગરના થઈ ગયા છીએ અને આર્થિક હાલત કફોડી થઈ જાય તે પ્રકારની પરિસ્થિતિ એક ફી નહિ લેવાના પરિપત્રને કારણે થયેલી છે.
આથી એક સંવેદનશીલ સરકાર તરીકે અમો લાયકાત ધરાવતા ક્વોલિફાઇડ વ્યક્તિઓ હોવાથી અમો મજૂરી કે અન્ય રોજગાર કરી શકીએ તેમ ન હોવાથી અમોને રોજગારી પુરી પાડો અથવા સ્કૂલોને આર્થિક પેકેજ આપો અથવા નોકરીઓ આપો અને અમારી સમસ્યાનો હલ કરો અથવા શાળાઓને કે જેમણે અમને અત્યાર સુધી રોજીરોટી પૂરી પાડી છે તેમને ફી લેવાની છૂટ આપો તેવી અમારી વિનંતી છે.
આપની અને વાલીઓની વચ્ચેની વર્તમાન સ્થિતિમાં આજે પંદર લાખ શિક્ષકો બેરોજગાર થઈ ગયા છે અને આજ પરિસ્થિતિ રહી તો કેટલાક શિક્ષકો માટે તો આ જ પરિસ્થિતિ રહી તો આપઘાત કરવાની અને અનિચ્છનીય પગલાઓ લેવાની પણ શક્યતાઓ છે.
રાજકોટના એક પ્રિન્સિપાલે શાકભાજીની લારી એક પ્રિન્સિપાલ દરજજની વ્યક્તિ એ કાઢવી પડે તે એક સંવેદનશીલ સરકાર માટે કેટલું યોગ્ય છે ? આથી આ બાબતમાં યોગ્ય નિરાકરણ લાવવામાં આવે નહિતર અમારે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરવામાં કે દેખાવો કરવા પડશે અને આંદોલનના માર્ગે જવું પડશે. 15 લાખ શિક્ષકોના હિતમાં આથી યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી અમારી રજુઆત છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.