સુરતના કતારગામ વિસ્તારમાં વસ્તાદેવડી રોડ પર નીતા એસ્ટેટ નામની ચાર માળની બિલ્ડીંગનો સ્લેબ એકએક બેસી જતા બિલ્ડીંગનો એક ભાવ ધરાસાયી થયો હતો. આ ઘટનામાં કેટલાક લોકો બિલ્ડીંગના કાટમાળ નીચે દબાયા હતા. બિલ્ડીંગનો એક ભાગ ધરાસાઈ થવાની ઘટનાની જાણ આસપાસના સ્થાનિક લોકોને થતા લોકોના ટોળા ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. સ્લેબ નીચે કેટલાક લોકો દબાયા હોવાના કારણે સ્થાનિક લોકોએ સ્લેબ નીચેથી લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરીને લોકો દ્વારા ફાયરને આ બાબતે માહિતી આપવામાં આવી હતી.
ફાયરના જવાનો ગણતરીના સમયમાં ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરી હતી. ફાયરના જવાનોએ સ્લેબ નીચે દબાયેલા ચાર લોકોને બહાર કાઢીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મૃતક યુવકનું નામ શિવ ભોલે હતું તે ઉત્તરપ્રદેશના ફતેહપુરનો વતની હતો. બિલ્ડીંગનો સ્લેબ ધરાસાઈ થવાની ઘટનાને પગલે સુરતના મેયર જગદીશ પટેલ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ઈજગ્રસ્ત થયેલા લોકોમાં એક મહિલા હેબતાઈ ગઈ હોવાથી તે કશું બોલતી નહતી. લોકોના કહેવા અનુસાર ધરાસાઈ થયેલી બિલ્ડીંગમાં જરીનું કારખાનું ચલાવવામાં આવતું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.