હાલમાં મંદીના માહોલ વચ્ચે સુરતની પ્રતિષ્ઠિત ડાયમંડ કંપની એચ વી કે મા ચોરીની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. કતારગામ વિસ્તારમાં આવેલા પટેલ ફળિયામાં આવેલી હીરાના કારખાનામાંથી અંદાજે બે કરોડથી વધુના 1300 કેરેટ હીરાની ચોરી કરીને બે કારીગરો નાસી ગયાં હતાં. જેથી કંપની દ્વારા પોલીસને જાણ કરાતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આજ કંપનીમાં કામ કરતાં કારીગરે ત્રણ કરોડ રૂપિયાના હીરા ચોરી કરી હોવાની શંકા સેવાઇ રહી છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હીરા નું વજન 1300 કેરેટ જેટલું હતું.
હાલમાં ઘટનાસ્થળે કતારગામ પોલીસ પહોંચી ગઈ છે અને વધુ તપાસ કરી રહી છે. સીસીટીવી મારફતે ચોરી કરનાર કારીગરની ભાળ મેળવવા તપાસ ચાલી રહી છે
કતારગામમાં આવેલા પટેલ ફળિયામાં ચાલતી HVK નામની હીરાની કંપનીમાં બે કારીગરોને 1300 કરેટ હીરા બોઈલ કરવા માટે આપવામાં આવ્યાં હતાં. બોઈલ કર્યા બાદ આ હીરા કારીગરોએ પરત મેનેજર કે શેઠને આપવાની જગ્યાએ લઈને નાસી ગયાં હતાં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.