સુરતના કુખ્યાત લાલુ જાલીમ ગેંગ વિરૂધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો

 આસીફ ટામેટા ગેંગ બાદ લાલુ જાલીમ ગેંગ પર પોલીસે સકંજો કસ્યો, ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો

ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ હેઠળ સુરત પોલીસે આસીફ ટામેટા ગેંગ બાદ કુખ્યાત લાલુ જાલીમ અને તેની ગેંગના 11 અસામાજીક તત્વો વિરૂધ્ધ ગુનો નોંધતા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

ગુજરાત સરકારે તાજેતરમાં અમલમાં મુકેલા ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ હેઠળ પખવાડિયા અગાઉ મહિના અગાઉ આસીફ ટામેટા ગેંગ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. ત્યાર બાદ આજ રોજ અમરોલીના કુખ્યાત અમીત ઉર્ફે લાલુ જાલીમ અને તેની ગેંગના દિપક જોગીન્દર જયસ્વાલ, શૈલેન્દ્ર ઉર્ફે શાહરૂખ કલ્લન શર્મા, શિવમ ઉર્ફે ફેનીલ ઉર્ફે રાજાસિંહ અમરસિંહ રાજપુત, નિલેશ ઉર્ફે મીયો દિલીપ અવચીતે, જગદીશ ઉર્ફે ભાઇ ચોટલી કરશન કંટારીયા, આશિષ ઉર્ફે ચીકનો ઉમાશંકર પાંડે, નિકુંજ ઉમેશ ચૌહાણ, રવિ ઉર્ફે ધાનુ શાલીગ્રામ સીતારામ શિંદે, નયન વસંત બારોટ અને અવનેશકુમાર ઉર્ફે અન્નુ દશરથસીંગ રાજપુત વિરૂધ્ધ ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધ્યો છે.

લાલુ જાલીમ અને તેની ગેંગ દ્વારા સુરતના અમરોલી, કતારગામ, અઠવાલાઇન્સ, સચિન, ઇચ્છાપોર, ઉધના, રાંદેર, ચોકબજાર, મહિધરપુરા, ઉમરા, સુરત રેલવે અને સુરત જિલ્લામાં ઓલપાડ સહિતના પોલીસ સ્ટેશનમાં જાહેર સુલેહ શાંતિનો ભંગ, વ્યથા, મહાવ્યથા, હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ અને મિલકત સબંધી 94 ગુનાને અંજામ આપ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.