સુરત: લોકોને ભેગા થવા પર પ્રતિબંધ પણ ભાજપના ઉમેદવારના જમણવારમાં સોશ્યલ ડિસ્ટન્સના ઉડયા ધજાગરા

સુરત સહિત સમગ્ર ગુજરાતમાં નવરાત્રીમાં માતાજીના ગરબા રમવા પર પ્રતિબંધ છે પરંતુ આ પ્રતિબંધ વચ્ચે રાજકારણીઓ પેટા ચુંટણીની સભા કરી રહ્યાં હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો માતાની આરાધાન કરવા માટે ગરબા નહીં રમી શકે તે માટે સરકારે પોલીસ ફરિયાદ સુધીની ચીમકી આપી છે. તો બીજી તરફ સત્તા મેળવવા માટે રાજકારણીઓ તમામ નિયમોનો ભંગ કરીને સભા કરી રહ્યાં છે તેની સામે પોલીસ કે પાલિકા કોઈ કામગીરી કરતી ન હોવાથી લોકોમાં વધુ રોષ છે. સુરતમાં ગઈકાલે ભાજપની સભામાં નિયમોનો ભંગ થતાં રાજકારણીઓ સોશ્યલ મિડિયા પર ટ્રોલ થઈ રહ્યાં છે.

ગુજરાતમાં સૌથી વધુ ઉત્સાહથી ઉજવાતા નવરાત્રી પર કોરોના ભારે પડી રહ્યો છે. નવરાત્રી દરમિયાન લોકો ભેગા થાય અને કોરોનાનું સંક્રમણ વધી શકે તેવી ભીતી સાથે રાજ્ય સરકારે નવરાત્રીની ઉજવણી પર પ્રતિબંધ મુકી દીધો છે. સરકારે માતાજીની ભક્તિ માટેના ગરબા પર પ્રતિબંધ મુકી દીધો છે તો બીજી તરફ સુરતના સૌરાષ્ટ્રીયન વસ્તીવાળા વિસ્તારમાં ભાજપની સભામાં મોટી સંખ્યામા લોકોને ભેગા કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત યોગી ચોક ખાતે યોજાયેલા સમારંભમાં ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોશ્યલ ડિસ્ટન્સ અને કોરોનાની ગાઈડ લાઈનનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે.

સુરતીઓ કોવિડની ગાઈડ લાઈનનો ભંગ કરે તો મ્યુનિ. અને પોલીસ તંત્ર આકરો દંડ કરી રહ્યાં છે. ગઈકાલે સુરતમાં ભાજપના સંમેલનમાં નિયમોનો ધજાગરા ઉડી રહ્યાં હતા તેની સામે તંત્રએ કોઈ કામગીરી ન કરી હતી. તો બીજી તરફ ગઈકાલે જ સુરતમાં સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવવા બદલ 145 લોકો પાસેથી 41,500 રૂપિયાનો દંડ વસુલ કરવામા આવ્યો હતો. જ્યારે માસ્ક ન પહેરવા બદલ 85 લોકો પાસે 27,300 રૂપિયાનો દંડ મળી 230 લોકો પાસેથી 68,800 રૂપિયાનો દંડ વસુલ કરવામા આવ્યો છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં સુરતીઓ પાસે સવા 2 કરોડ રૂપિયાનો દંડ કોવિડની ગાઈડલાઈનનો અમલ માટે વસુલ કરવામાં આવ્યો છે.ગુજરાત સરકાર સુરતીઓને માતાજીના ગરબા રમવાની પરવાનગી આપતી નથી અને બીજી તરફ રાજકીય પક્ષોના તાયફા અને સભાઓમાં કોવિડના તમામ નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે. સરકારની આવી બેવડી નીતિના કારણે સુરતીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો સોશ્યલ મિડિયામાં પોતાનો ગુસ્સો ઠાલવીને રાજકારીઓનો ટ્રોલ કરી રહ્યાં છે.

પરિવાર સાથે આવેલા લોકોને ઘરે મોકલ્યા અને સંમેલનમાં લોકોને ભેગા થવા દીધા નિયમનો ભંગ કરનાર લોકો સામે પગલાં તો રાજકારણીઓ સામે કેમ પગલાં નહી? લોકોનો આક્રોશ

સુરતમાં કોરોના અટકાવવા માટે ગુજરાત સરકાર સાથે સુરત મહાનગર પાલિકા અને પોલીસના બેવડા ધોરણ જોવા મળી રહ્યા છે. કોવિડની ગાઈડ લાઈનના અમલ માટે લોકો પાસે આકરો દંડ વસુલ કરવામા આવ્યી રહ્યો છો તો બીજી તરફ સુરતમાં ભાજપના સંમેલનમાં લોકોની મેદની ભેગી થઈ કરવામાં આવી રહ છે. ખુરશી મેળવવા માટે રાજકારણીઓ લોકોના જીવને જોખમમાં મકીને સોશ્યલ ડિસ્ટન્સ વિના ભીડ ભેગી કરી રહ્યાં છે અને ભોજન સમારંભ પણ કરી રહ્યા છે.

સરકારે ગાઈડ લાઈન જાહેર કરી તેમાં મૃતકના અંતિમ સંસ્કાર અન લગ્નમાં 100થી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ મુકી દીધો છે. પરંતુ ભાજપના ઉમેદવારને જીતાડવા માટે વરાછામાં સભા થઈ તેમાં ભોજન સમારંભ યોજવામા આવ્યો હતો જેમાં 100 કરતાં વધુ લોકોને ભેગા કરવામા આવ્યા હતા. સામાન્ય લોકો જો નિયમોનો ભંગ કરે તો આકરો દંડ વસુલ કરવામા આવી રહ્યો છે.

ગઈકાલે સુરતના અઠવા ઝોનમાં ત્રણ રોડ પર પરિવાર સાથે ફરવા ગયેલા લોકોને મ્યુનિ. અને પોલીસ તંત્રએ ઘરે મોકલી આપ્યા હતા. પરંતુ વરાછા ઝોનમાં ભાજપ દ્વારા લોકોને ભેગા કરવામાં આવ્યા હતા તે મુદ્દે પોલીસ અને પાલિકા તમાસો જોઈ રહી હતી. પોલીસ અને પાલિકાના આવા બેવડા વલણ સામે પણ લોકો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. ભાજપના ઉમેદવારની સભામાં મેદની ભેગી કરવા સાથે સરકારે જાહેર કરેલી નીતિ કરતાં વધુ લોકો ભેગા કરવા બદલ રાજકારણીઓ પાસં પણ દંડ વસુલ કરી તેમની સામે એપેડેમિક એક્ટ હેઠળ કામગીરી કરવી જોઈએ તેવી માગણી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.