– નિયમના ભંગ બદલ ત્રણ લોકો પાસે 20-20 હજાર વસૂલ્યા
– લોકો પાસે આકરો દંડ પણ દબાણ કરનારા રાજકારણીઓ પાસે દંડ નહી વસુલાતા આક્રોશ
સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં કોવિડ ની ગાઈડલાઈન ના ભંગ બદલ ત્રણ લોકો પાસેથી ૨૦-૨૦ હજાર રૂપિયાનો દંડ વસૂલાયો છે. અત્યાર સુધી એક હજાર થી 5000 સુધી દંડ વસૂલ કરાયો હતો પરંતુ હાલમાં દંડની રકમ અનેક ઘણી થઇ જતા ચર્ચાનો વિષય બન્યો છે.
સુરત મહાનગરપાલિકાના વરાછા બી ઝોનમાં કોરોના ના નિયમ ની ગાઈડલાઈન નો ભંગ કરવા બદલ આકરા દંડ વસૂલાત થઈ રહી છે. આ પહેલા બે લગ્ન પ્રસંગમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા પાંચ હજાર રૂપિયાનો દંડ વસૂલાયો હતો. પરંતુ આજે ત્રણ લોકો પાસેથી આ નિયમના ભંગ બદલ 20 હજાર રૂપિયાની વસૂલાત થઈ છે.
એક વ્યક્તિ પાસેથી 20 હજારની વસુલાત થતાં લોકોમાં આક્રોશ ફેલાયો છે. લોકો એવું કહી રહ્યા છે કે જાહેરમાં દબાણ કરનારા અને કેટલીક બજારોમાં લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વિના ફરી રહ્યા છે.
આ ઉપરાંત રાજકારણીઓ પણ અનેક જગ્યાએ ભેગા થઈ રહ્યા છે ત્યાં પણ ગાઈડ લાઈન નો અમલ થતો નથી.લોકો પાસે દંડ વસૂલવામાં આવે તેની સાથે જાહેરમાં દબાણ કરનારા અને રાજકારણીઓ પાસે પણ દંડ વસુલ આવવો જોઈએ તેવું લોકોનું માનવું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.