સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક પાંચ વર્ષની બાળકી પર તેના જ મોટા પપ્પાએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. બાળકીના પ્રાઇવેટ પાર્ટમાંથી લોહી નીકળવાના કારણે પરિવાર બાળકીને લઈને હોસ્પિટલ પહોંચ્યું હતું. ક્યાં બાળકી પર બળાત્કાર થયો હોવાનો સામે આવ્યો હતો. બાળકીએ પણ દાદાએ જ આકરા કૃત્ય કર્યું હોવાનું જણાવ્યા બાદ બાળકીના પિતા દ્વારા પોતાના જ ભાઈ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધાવવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસ દ્વારા પણ આરોપી ટ્રેનમાં બેસીને ભાગે તે પહેલા ઝડપી પાડવામાં આવ્યો છે.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક શ્રમજીવી પરિવાર રહે છે અને મિસ્ત્રી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. યુવક પત્ની અને એક પાંચ વર્ષની બાળકી અને મોટાભાઈ સાથે રહે છે. મોટાભાઈનું પંદર વર્ષ પહેલાં છૂટાછેડા થઈ ગયા છે અને તેને એક દીકરી છે તેના પણ લગ્ન થઈ ગયા છે અને તેને ત્યાં પણ સંતાન છે. થોડા દિવસ પહેલા આ બાળકીની માતા વતન ગઈ હતી.
ગત 16 સપ્ટેમ્બરના રોજ બાળકીની માતા વતનથી પરત ફરી હતી. દરમિયાન બાળકીના પ્રાઇવેટ પાર્ટમાંથી લોહી નીકળી રહ્યું હોવાથી તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પરિવાર દ્વારા બાળકીની પૂછપરછ કરવામાં આવતા તેને જણાવ્યું હતું કે દાદાએ ખરાબ કર્યું પછી દુખાવો થાય છે. માતાએ આ સાંભળીને ચોકી ગઈ હતી.
આ બાબતે બાળકીના પિતા દ્વારા મોટાભાઈ ને પૂછતા તેણે સ્વીકાર કરી લીધો હતો. અને ત્યારબાદ તે ભાગી ગયો હતો. આ મામલે બાળકીના પિતા દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પોતાના મોટાભાઈ વિરુદ્ધ દીકરી પર બળાત્કાર નો ગુનો નોંધ આવ્યો હતો. ઘટનાની જાણ થતાં કાપોદ્રા પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા હતા.
કાપોદ્રા પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આરોપીને ધોતી કાઢવાની દિશામાં વધુ તપાસ કરી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી ઓધના રેલ્વે સ્ટેશન પર છે. જેથી કાપોદ્રા પોલીસની ટીમ ઉધના રેલ્વે સ્ટેશન પહોંચી ગઈ હતી. 65 વર્ષીય આરોપી ટ્રેનમાં બેસી ભાગે તે પહેલા કાપોદ્રા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. હાલ તો પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
આરોપીની પૂછપરછ માં મળતી માહિતી પ્રમાણે, 65 વર્ષીય વૃદ્ધને આ પાંચ વર્ષની બાળકી દાદા કહીને બોલાવતી હતી. એક વર્ષ પહેલા પણ આરોપીએ બાળકી સાથે અડપલા કર્યા હતા. ક્યારે પણ જાણ થઈ ગઈ હતી અને પરિવારના સભ્યો હોવાથી વાતને આગળ વધારી ન હતી. દરમિયાન 13 સપ્ટેમ્બર ના રોજ બાળકી એકલી મળતા હવસનો શિકાર બનાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.